વિશેષ:ધો.10ના રેહાને બે પુસ્તકો લખી મેઘાણીનો વારસો દીપાવ્યો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમ મંગલમ્ સિંગલમ્ ફિલ્મમાં ભાવેણાનો કલાકાર રેહાનને પુસ્તકો વાંચવાનો, પિયાનો વગાડવાનો શોખ

ભાવનગરમાં રહેતા ઝવેરચંદ મેઘાણીના રેહાન મેઘાણી 10માં અભ્યાસ કરે છે ત્યાં જ બે પુસ્તક લખી મેઘાણી પરિવારનો સાહિત્યનો વારસો દીપાવ્યો છે. સંદીપ પટેલ દિગ્દર્શિત નવી ફિલ્મ 'ઓમ મંગલમ્ સિંગલમ્' 18 નવેમ્બરે રિલીઝ થઈ છે. અત્યાર સુધી જે લોકો એ ફિલ્મ જોઈએ એ બધાએ ખુબ વખાણી છે. મલ્હાર ઠાકર અને આરોહી પટેલ મુખ્ય અભિનેતા છે. ફિલ્મમાં આરોહીના નાના ભાઈનો રોલ ભાવનગરના લોકમિલાપ પરિવારના અને સિલ્વર બેલ્સ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહેલા 15 વર્ષના રેહાન મેઘાણીએ કર્યો છે.

રેહાનની આ બીજી ગુજરાતી ફિલ્મ છે, આ પહેલા વેન્ટિલેટર નામની ગુજરાતી ફિલ્મમાં પ્રતીક ગાંધી અને જેકી શ્રોફ સાથે પણ એણે કામ કર્યું છે અને હાલમાં ત્રીજી ફિલ્મ કે, જેમાં મલ્હાર ઠાકર અને શ્રદ્ધા ડાંગર મુખ્ય કલાકાર છે એનું શૂટિંગ ચાલી રહ્યું છે. રેહાને 10 વર્ષની ઉંમરે 50 પાનાનું અંગ્રેજી પુસ્તક લખ્યું હતું અને હાલમાં થોડો સમય પહેલા જ એણે અને એના મિત્રોએ તૈયાર કરેલ બાળકો માટેનું દ્વીભાષી પુસ્તક પ્રકાશિત થયું છે.

રેહાન નાની ઉંમરથી પુસ્તકો વાંચવાનો અને પિયાનો વગાડવાનો શોખીન છે અને તેણે 3-4 જાહેરાતોમાં પણ કામ કરેલું છે. આગળ જતાં એને વધુ સુંદર ફિલ્મોમાં કામ કરવું છે અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ ભણવાની એની ઈચ્છા છે. રેહાનને ભવિષ્યમાં ફક્ત ભાવનગરના કલાકારોને સાથે રાખીને એક શોર્ટ ફિલ્મ બનાવવાની મહત્વકાંક્ષા છે જેની વાર્તા એ લખશે એવું એણે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...