તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોજના:બાંધકામ શ્રમયોગીઓને લાભ મળે તે માટે બોર્ડમાં નોંધણી ફરજિયાત

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ યોજનામાં 18થી 60 વર્ષનાને લાભ મળી શકે
  • enirmanbocw.gujarat.gov.in/ પર નોંધણી કરાવી શકાય છે

ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવેલ છે. બાંધકામ શ્રમયોગીઓએ યોજનાઓ અંતર્ગતના લાભ મેળવવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી જરૂરી છે.

બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસુતિ સહાય યોજના, શ્રમિક પરિવહન યોજના, ધન્વંતરી આરોગ્ય રથ યોજના વગેરે અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા માટે બાંધકામ વ્યવસાયમાં રોકાયેલ શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે.

રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી જાતે નોંધણી કરી શકે તે માટે ઈ નિર્માણ પોર્ટલ https://enirmanbocw.gujarat.gov.in/ અને ગુગલ પ્લે સ્ટોર પર ના ઈ નિર્માણ એપ દ્વારા બોર્ડમાં જાતે જ નોંધણી કરી શકે તેમ જ જિલ્લાના કોઈપણ કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકે છે. બાંધકામ શ્રમયોગીની નોંધણી માટેની પાત્રતા 18થી 60 વર્ષની વય મર્યાદા, છેલ્લા 12 મહિનામાં 90 દિવસથી ઓછું ન હોય તેટલા સમય માટે મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત હોવાના પુરાવા સાથે આધારકાર્ડ અને અન્ય જરૂરી દસ્તાવેજોમાં રેશનકાર્ડ અને બેન્કની વિગતો સાથે બોર્ડમાં નોંધણી કરાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...