તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

JEE મેઇન:રજિસ્ટ્રેશન શરૂ, 5મી એપ્રિલ સુધી ફી જમા થશે

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હવે 27, 28, 29 અને 30 એપ્રિલે પરીક્ષા
 • આ વર્ષે ચાર તબક્કામાં યોજાનારી જેઇઇ મેઇલ કસોટીના બે તબક્કા પૂર્ણ થયા છે

જેઇઇ મેઇનની એપ્રિલ-મેની પરીક્ષા માટે એનટીએ દ્વારા રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરાઈ છે. સમગ્ર દેશમાં ફેલાયેલા કોરોનાના રોગચાળાને કારણે આ વખતે જેઇઇ મેઇન 4 તબક્કામાં યોજાવાની છે, જેમાંથી 2 તબક્કા પૂરા થઇ ગયાં છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એપ્રિલ અને મેમાં થનારી ત્રીજા તબક્કાની પરીક્ષા માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરી છે. આ વિશે એનટીએએ નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.

જેઇઇ મેઇનની પરીક્ષા માટે એપ્લિકેશન પ્રોસેસ પહેલેથી શરૂ થઈ ગઈ છે, જે 4 એપ્રિલ સુધી ચાલુ રહેશે. ઉમેદવાર 5 એપ્રિલ સુધી ફી જમા કરાવી શકે છે. એનટીએના નોટિફિકેશન પ્રમાણે એપ્રિલમાં માત્ર પેપર-1 એટલે કે બીઇ/બીટેક કોર્સિસ માટે પરીક્ષા યોજાશે. આ કોર્સમાં એડમિશન લેવા માટે ઈચ્છુક ઉમેદવાર એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ જેઇઇ મેઇનના પેપર 1માં સામેલ થશે. પેપર 2-એ બીઆર્ક અને 2-બી પ્લાનિંગ માટે એન્ટ્રન્સ એક્ઝામ મે સેશનમાં યોજાશે.

આ વખતે જેઇઇ મેઇનની પરીક્ષા 4 સેશનમાં યોજાશે. ત્રીજા સેશનની પરીક્ષા 27, 28, 29 અને 30 એપ્રિલે યોજાશે. જ્યારે ચોથા ફેઝની પરીક્ષા મે મહિનામાં 24, 25, 26, 27 અને 28મેના રોજ યોજાશે. આ પહેલાં એજન્સીએ ગત બુધવારે રાતે માર્ચ સેશનમાં યોજાયેલી જેઇઇ મેઈન એક્ઝામનું પરિણામ જાહેર કર્યું હતું. કોરોનાની મહામારીને કારણે આ વર્ષે જેઈઈ મેઈનની પરીક્ષા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે માસમાં લેવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો