નવી પધ્ધતિ:સરકારી પોર્ટલ પર રજીસ્ટ્રેશન સંપૂર્ણપણે પેપરલેસ : ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબરને હવે I-T અને GST સાથે લિંક કરાશે

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગકારોના ટર્નઓવર, ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ લિંક કરી શકાશે

ભાવનગર શહેર અને જિલ્લામાં સુક્ષ્મ, નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગો (MSME) વિકસેલા છે, હવે આવા ઉદ્યોગોના રજીસ્ટ્રેશન માટે નવી પધ્ધતિ આવી છે અને હવેથી તે ઉદ્યમ રજીસ્ટ્રેશન તરીકે ઓળખાશે. ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબરને હવે આવકવેરા અને જીએસટી સાથે લિંક કરાશે. તથા ઉદ્યોગકારોના ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ લિંક કરી શકાશે. 

વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડથી ઓછું હોય તેવા ઉદ્યોગોને હવે માઇક્રો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવશે

જૂન-2020 સુધીમાં MSME કે ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન ધરાવનાર વેપારી ને પણ જુલાઇ-2020થી "ઉદ્યમ રજીસ્ટ્રેશન’ ફરી કરાવવું પડશે.  જુના તમામ  રજીસ્ટ્રેશન તા.31-03-2021ના રોજ ઓટોમેટિક રદ થઈ  જશે. હવે ઉદ્યમ રજીસ્ટ્રેશન નંબરને આવકવેરા અને જીએસટી સાથે લિંક કરવામાં આવશે જેથી તેમાં દર્શાવેલ ટર્નઓવર અને ઇન્વેસ્ટમેન્ટ ડાયરેક્ટ લિંક કરી શકાશે. એક વાર "ઉદ્યમ રજીસ્ટ્રેશન" લીધા બાદ જે તે વેપારી એ દર વર્ષે,  તેમના ગયા વર્ષ ના ઇન્કમટેક્ષ અને જીએસટી રિટર્નની વિગત ઉદ્યમ રજીસ્ટ્રેશન સાઈટ પર અપડેટ કરવી પડશે.  જો તે અપડેટ કરવામાં નહીં આવે તો ઉદ્યમ રજીસ્ટ્રેશન ઓટોમેટિક સસ્પેન્ડ થઈ જશેપ્લાન્ટ, મશિનરી અને અન્ય સાધનો અેક કરોડથી અોછા, તથા વાર્ષિક ટર્નઓવર પાંચ કરોડથી ઓછું હોય તેવા ઉદ્યોગોને હવે માઇક્રો ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવશે. 10 કરોડથી ઓછી કિંમતના પ્લાન્ટ, મશિનરી અને 50 કરોડથી ઓછા ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગો, અને 50 કરોડથી ઓછી મશિનરી, પ્લાન્ટ અને 250 કરોડથી ઓછા ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોને  મધ્યમ ઉદ્યોગોની વ્યાખ્યા તળે આવરી લેવામાં આવ્યા છે. 

ભાવનગરમાં વિઠ્ઠલવાડી, ચિત્રા, વરતેજ જીઆઇડીસી તથા મોતીતળાવ ખાતેની વીઆઇપી ઇન્ડસ્ટ્રીયલ વસાહતમાં MSME તળે આવતા અનેક ઉદ્યોગો આવેલા છે અને તેના થકી મોટી સંખ્યામાં લોકોને રોજગાર પ્રાપ્ત થાય છે. આવા અનેક ઉદ્યોગો માટે નવી રજીસ્ટ્રેશન પધ્ધતિ અપનાવવી પડશે. પોર્ટલ સંપૂર્ણ પેપરલેસ બનાવવામાં આવ્યુ છે.લઘુ અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા લોકડાઉનના તબક્કા દરમ્યાન પણ પેકેજ જાહેર કરવામા આવ્યા હતા. મોટા શહેરો ઉપરાંત નાના શહેરોમં પણ લઘુ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ પામે તેના માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...