તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પ્લાઝમા ડોનેશન માટેનાં પોર્ટલમાં 50 દાતાઓની નોંધણી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દેશભરમાં લોકો પોર્ટલમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન કરાવે, દાતાઓ પ્લાઝમા આપવા તૈયાર

ભાવનગર માં કોરોના ની પરિસ્થતિ ખરાબ થઈ રહી છે ત્યારે મેડિકલ ફિલ્ડ માં અત્યારે કોરોના માટે પ્લાઝમા થેરાપી ને કારગત માનવામાં આવે છે. જોકે પ્લાઝમા માટે અત્યારે લોકો બે ગણી કિંમત પણ લઈ રહ્યા છે ત્યારે પ્લાઝમા લેનાર અને દેનાર વચ્ચે એક સેતુ બનવા સર. ટી. હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજ, રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ અને યુ.બી.એમ. ઇન્ફોટેક દ્વારા સાથે મળીને પ્લાઝમા ડોનર નામનું પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ માં અત્યાર સુધીમાં 50 દાતાઓ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

પ્લાઝમા ડોનર પોર્ટલ ની અંદર સમગ્ર ભારતમાંથી કોઈપણ દાતા પોતાને રજીસ્ટ્રેશન કરાવી શકે છે. અને પ્લાઝમા શોધનાર વ્યક્તિ રાજ્ય મુજબ સર્ચ કરી શકે છે જેથી પોતાના રાજયના દાતાઓ તેને મળી રહે. આ પોર્ટલ બનાવવા પાછળ નો હેતુ પ્લાઝમા શોધતા દર્દીઓને કોઈ વિશ્વસનીય સાઈટ આપવાનો હતો. સોશીયલ મીડિયા પર અત્યારે ઘણા બધા નંબર ડોનેશન માટે શેર થતાં હોય છે પરંતુ તેમાંથી મોટાભાગના કોઈ જવાબ નથી આપતા કે સ્વીચ ઓફ આવતા હોય છે. આ સાઈટ પર દાતા ની પરવાનગીથી તેમના નંબર શેર કરવામાં આવતા હોય છે.

કિસ્સો : પ્લાઝમા ડોનર પોર્ટલ ખૂબ મદદરૂપ થયું છે
મિતેશભાઈ ઠક્કર જણાવે છે કે મારા માતા (શોભનાબેન ઠક્કર ) 53 વર્ષના છે અને પિતા (યોગેશભાઈ ઠક્કર) 58 વર્ષ નાં છે. બંને અત્યારે જનરેશન એક્સ માં એડમીટ છે. તે બને ને પ્લાઝમા ની જરૂર હતી ત્યારે મેં મારા તમામ ઓળખીતા લોકોને અને સોશીયલ મીડીયા પર શેર કરવાનું શરૂ કર્યું. તેમાં રવિવારે મારી પાસે પ્લાઝમા ડોનર પોર્ટલ ની માહિતી આવી. આ પોર્ટલ પર મેં જોયું ત્યારે ચિત્ર ખાતે રહેતા અર્જુનસિંહ દ્વારા ખૂબ હકારાત્મક જવાબ મળ્યો. તેઓ પોતે રિક્ષા કરીને સર.ટી. હોસ્પિટલ આવ્યા અને પ્લાઝમા ડોનેશન કર્યું. મારા માતા પિતા બંને બી.પી. અને સુગર નાં દર્દીઓ છે. માતા ને મેં પ્લાઝમા આપ્યું છે અને પિતાજીને અર્જુનસિંહે. ખરેખર આ પોર્ટલ નાં લીધે દાતાઓ ની માહિતી આસાનીથી મળી રહે છે.

વધુમાં વધુ લોકો આ પોર્ટલનો ઉપયોગ કરે
મારા પ્લાઝમા ડોનેશન માટે એક સાઈટ બનાવવાનાં વિચાર માં મેં સર.ટી. હોસ્પિટલ , સરકારી મેડિકલ કોલેજ અને રોટરી કલબ ભાવનગર રોયલ ને સાંકળવાનો નિર્ણય કર્યો. સાઈટ બનાવ્યા પછી અમારો મુખ્ય હેતું એક જ છે કે વધુમાં વધુ લોકો આ સાઈટ નો લાભ લે. જ્યારે દરદીને આ સાઈટ પરથી પ્લાઝમા ડોનર મળી રહે અને તેઓ આભાર વ્યકત કરતા હોય ત્યારે એક જીવ બચાવવા માટે કઈક કરી શક્યો તેનો સંતોષ થાય છે. - ઉર્વિશ મુલાણી, સી.ઇ.ઓ, યુ.બી.એમ. ઇન્ફોટેક

અન્ય સમાચારો પણ છે...