તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ વગરનું રસીકરણ:રજિસ્ટ્રેશન મર્યાદિત થાય છે ,અંદાજે 3 લાખથી વધુ યુવાવર્ગ સામે રોજના 1000 ને જ રસીકરણ

ભાવનગર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • રસી માટે રસ પણ તંત્ર જ નિરસ
 • એક તરફ સરકાર વેક્સિનેશન વધારવા ઉત્સાહિત કરી રહી છે બીજી તરફ સરકાર જ યુવાનોના ઉત્સાહને ડામી દે છે
 • રજીસ્ટ્રેશન થતાં નથી, આખો દિવસ રજીસ્ટ્રેશન માટેની મથામણ, કેન્દ્રો પર લોકોના ધક્કા

18+ યુવાનોમાં કોરોના સામે સુરક્ષા મેળવવા વેક્સિન લેવા માટે જબરજસ્ત જાગૃતિ અને ઉત્સાહ છે. પણ ભાવનગર શહેરના જુદા જુદા 10 કેન્દ્રો પર રોજના સેન્ટર દીઠ 100 પ્રમાણે માત્ર 1000 લોકોનું જ રજીસ્ટ્રેશન થાય છે. ભાવનગર શહેરના અંદાજિત ત્રણ લાખથી પણ વધુ યુવાનોને રસીકરણ કરવાનું છે ત્યારે રોજના માત્ર 1000 યુવાનોના રસીકરણથી ઘણા યુવાનો તો વર્ષે વારો આવશે. પરિણામે રસી લેવા માટે યુવાનોમાં રસ હોવા છતાં રસી લઇ શકતા નથી.

 કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં એક તરફ સરકાર પ્રજાજનોને વેક્સિન માટે સતત આહવાન કરી રહ્યું છે પરંતુ તે જ સરકાર લોકો વેક્સિન ન લે તેવી વ્યૂહરચના ઘડી કાઢી છે. 1લી મે થી 18 વર્ષથી ઉપરના દરેકને વેક્સિન માટેની છૂટ આપેલી છે. તેની માટે આરોગ્યના પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે. પરંતુ ભાવનગર શહેરના અંદાજે ત્રણ લાખથી વધુ 18 વર્ષથી ઉપરના યુવાધન માટે વેક્સિનની માત્ર 10 સેન્ટર પર દેરક સેન્ટર પર 100 યુવાનોને જ વેક્સિન લઈ શકવાની ઓનલાઇન સુવિધા દુવિધા રૂપ બની છે. વેક્સિન લેવા માટે યુવાનો આખો દિવસ રજીસ્ટ્રેશન માટે મથતા હોય છે પરંતુ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફુલ જ દેખાડે છે. લાખોની વસ્તીમાં માત્ર એક હજાર રજીસ્ટ્રેશન બે મિનિટમાં જ ફૂલ થઇ જાય છે.

 આવી પરિસ્થિતિમાં કોરોનાની સાંકળ તોડવા માટે વધુ ને વધુ યુવાનો વેક્સિનેશન કરાવે તે અતિ આવશ્યક બન્યું છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ પણ રસ લઈ સેન્ટર પર વધુ ને વધુ યુવાનોને રસીકરણ થાય તેવી વ્યવસ્થા કરે તે કોરોના સામે જંગ લડવા તત્પર યુવાનો માટે જરૂરી છે.

1 દિવસમાં 11 હજારથી વધુ વેક્સિનેશનની તંત્રની ક્ષમતા
ભાવનગર મહાનગરપાલિકાના જુદા જુદા આરોગ્ય કેન્દ્ર પર તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ સાથે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ છે.18 વર્ષથી ઉપરના યુવાનો માટે હાલમાં રસીકરણ શરૂ થયું છે જેમાં રોજના માત્ર 1000 યુવાનોને રસીકરણ કરાય છે. પરંતુ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની રસીકરણની કામગીરીની ક્ષમતા તેના કરતાં દસ ગણી વધુ છે. ગત તા.3 જી એપ્રિલના રોજ માત્ર એક જ દિવસમાં 18 વર્ષથી વધુના તમામ વયના મળી કુલ 11631 લોકોને વેક્સિનેશન કરાયું હતુ. 1લી એપ્રિલે 8209 અને 2જી એપ્રિલે 8376 લોકોએ રસી લીધી હતી.

ડર હતો પણ હવે હું જ અન્યને પ્રેરણા કરું છું
વેક્સિન માટે શરૂઆતમાં ડર લાગતો હતો પરંતુ વેકસીન લીધા બાદ કોઈ દુખાવો નથી. મને કાંઈ થયું નથી. ઊલટાનું વેક્સિન લેવાથી કોરોના નો પ્રતિકાર કરી શકાય છે તે જાણ્યા પછી અન્ય યુવા વર્ગને પણ હું વેક્સિન લેવા અનુરોધ કરું છું. > મિતાલી મહેતા

ત્રણ દિવસથી ટ્રાઇ કરૂ છું, રજિસ્ટ્રેશન નથી થતું
હાલમાં કોરોનાના વધી રહેલા કેસ મારે અને મારા પરિવાર માટે રક્ષણ મેળવવા વેક્સિન લેવી જરૂરી છે જે માટે રજીસ્ટ્રેશન કરવા છેલ્લા ત્રણ દિવસથી ટ્રાય કરું છું પરંતુ હર હંમેશ રજીસ્ટ્રેશન ફૂલ થઈ જાય છે. વેકસીન લીધા વગર બહાર નીકળવું અસુરક્ષિત લાગે છે. > જીગર પટેલ

દરેક કેન્દ્ર પર 100 ની મર્યાદા, રજિસ્ટ્રેશન જરૂરી
1લી મેથી 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં 10 કેન્દ્રો પર વેક્સિનેશન થાય છે. દરેક કેન્દ્ર પર ઓનલાઇન 100 લોકોની મર્યાદામાં રજીસ્ટ્રેશન ફઈ તેઓને આપેલ સમય મુજબ વેક્સિનેશન કરાવવાનું રહે છે. > ડો.આર.કે.સિન્હા,આરોગ્ય અધિકારી

રસીકરણમાં શું પડી રહી છે મુશ્કેલી ?

 • એપ્લિકેશનના રજીસ્ટ્રેશન તો થાય છે પરંતુ ટાઇમ સ્લોટ મળતા નથી ટાઇમ સ્લોટ ન મળવાને કારણે સેન્ટર ઉપર એમનું વેક્સિનેશન થઈ શકતું નથી.
 • જે દિવસની તારીખમાં જ રજિસ્ટ્રેશન થાય છે આગળના તારીખોનું રજીસ્ટ્રેશન જો ખુલી જાય તો લોકો અગાઉથી રજિસ્ટ્રેશન કરી અને આગળના બે ત્રણ દિવસમાં પણ વેક્સિનેશનનો લાભ લઇ શકે.
 • વેક્સિનેશન સેન્ટરના એડ્રેસ યોગ્ય રીતે એપ્લિકેશનમાં નથી આથી લોકો એડ્રેસ શોધવામાં મુંઝાય છે તેમને ગૂગલ મેપની લિંક અથવા એડ્રેસ યોગ્ય રીતે એપ્લિકેશનમાં લેવા જોઈએ.
 • જે તે સ્થળ ઉપર પણ રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો