ચૂંટણીના પડઘમ:અખિલ ભારતીય યુવા કોળી સમાજની પ્રદેશ કારોબારી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં કારોબારી બાદ ખુલ્લુ અધિવેશન પણ યોજાશે
  • વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ વધે તે માટે તમામ રાજકીય પક્ષો સમક્ષ માગણી કરાશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જુદા જુદા સમાજ્ના સંગઠનનો પણ પોતાના સમાજના આગેવાનને ટિકિટ આપે તે માટે મિટિંગો અને અધિવેશનના દોર શરૂ થયા છે. ત્યારે આગામી 30 અને 31 જુલાઈના રોજ નગર ખાતે અખિલ ભારતીય યુવા કોળી સમાજની પ્રદેશ કારોબારી બેઠક યોજાશે. તેમાં પણ કોળી સમાજને પ્રતિનિધિત્વ વધુ મળે તે માટે તમામ રાજકીય પક્ષો સમક્ષ માગણી મુકવામાં આવશે.

અખિલ ભારતીય યુવા કોળી સમાજની તાજેતરમાં પ્રદેશ કારોબારીની રચના કરવામાં આવી છે. આ નવનિયુક્ત હોદ્દેદારોની પ્રથમ કારોબારી બેઠક આગામી 30 જુલાઈના રોજ ભાવનગર ખાતે મળશે. જેમાં રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ, પ્રદેશ યુવા અધ્યક્ષ, યુવા હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. કોળી સમાજના સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા તેમજ સામાજીક શૈક્ષણિક અને આર્થિક ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે તેના માટે ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજનું પ્રતિનિધિત્વ વધે અને સમાજના શિક્ષિત અને યુવા નેતાઓને વધુ તક મળે તે માટે પણ ચર્ચા કરવામાં આવશે. જ્યારે 31 જુલાઈ ને રવિવારે બપોરે 2:30 કલાકે અખિલ ભારતીય કોળી સમાજનો ખુલ્લુ અધિવેશન ઓમ પાર્ટી પ્લોટ ચિત્રા ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...