બેઠક:મ્યુ.આરોગ્ય કેન્દ્રોમાં ડોક્ટરો સહિત સ્ટાફની ભરતી કરાઈ

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 38 ધનવંતરી રથ અને સંજીવની રથને લીલીઝંડી અપાઈ : મેડિકલ ઓફિસરોની પણ બેઠક યોજાઈ

ભાવનગર સહિત દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસને કારણે મહાનગરપાલિકામા આજે તાકીદે આરોગ્ય કમિટીની બેઠક મળી હતી. જેમાં 38 ધનવંતરી રથ અને સંજીવની રથ ઉપરાંત 20 એમ.પી.એચ.ડબલ્યુ., 17 આયુષ ડોકટરોની નિમણુક કરવા નિર્ણય કરાયો હતો.

મ્યુ. આરોગ્ય કમિટીની બેઠકમાં ખાસ તો કોરોના સંદર્ભની આગોતરી તૈયારીઓ અને ઘટતી સુવિધાઓનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રોમાં હાલમાં સ્ટાફની અછતને કારણે ભારે હાડમારી તંત્ર વાહકો અને લોકોને વેઠવી પડે છે.

જેથી તમામ આરોગ્ય કેન્દ્રોમાં તાત્કાલિક સ્ટાફની ભરતી કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો રેપિડ ટેસ્ટ અને જરૂરી દવાઓના જથ્થાનું પણ આયોજન હતું. આરોગ્ય કમિટીના અધ્યક્ષ રાજેશભાઈ પંડ્યાએ તમામ આરોગ્ય કેન્દ્રના ઓફીસરોની બેઠક યોજી સુવિધા ઉભી કરવા સૂચના આપી હતી.

5 સર્કલો પર આરોગ્યની ટીમ તૈનાત રહેશે
કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધતા શહેરી વિસ્તારના મુખ્ય સર્કલો જેવા કે, શિવાજી સર્કલ રૂપમ, મહિલા કોલેજ, આરટીઓ અને કાળુભા રોડ પર આરોગ્ય વિભાગની ટીમ મુકવામાં આવશે જેવો દ્વારા લોકોને સ્થળ પર જ આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...