ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ ભાવનગર મહાનગરપાલિકા તથા વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ- 8 પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવવાં માંગતા હોય તેવાં ઉમેદવારો માટે ભાવનગર જિલ્લાની આઈ.ટી.આઈ.(મહિલા), ભાવનગર ખાતે તા.13/06/2022ના રોજ એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate registration પર કરવાનું રહેશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
આ એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારોનું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://apprenticeshipindia.org/candidate-registration તથા અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in/accoun/signup લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.