કોરોનાનું વાવાઝોડું વિખાયું:કોરોના સામે જંગ જીતનારાની સંખ્યા વધતા રિકવરી રેઇટમાં 11 ટકાનો વધારો , 22 દિવસમાં એક્ટિવ દર્દી 23 ગણા ઘટ્યા

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 21 જાન્યુઆરીએ શહેર-જિલ્લામાં કુલ 2982 દર્દીઓ હતા તે 12 ફેબ્રુઆરીએ ઘટીને 127 થઇ ગયા

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેર હવે કૂણી પડી ગઇ છે. આજથી 22 દિવસ પૂર્વે જ્યારે કોરોનાની ત્રીજી લહેર તેની ચરમસીમાએ પહોંચેલી ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓની કુલ સંખ્યા 2982 થઇ ગયેલી તે કહેર કૂણો પડતા 12 ફેબ્રુઆરીએ ઘટીને 127 થઇ ગઇ છે. આમ 22 દિવસમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યામાં 2855 એટલે કે 23 ગણો જબ્બર ઘટાડો નોંધાયો છે. જ્યારે રિકવરી રેઇટમાં 11 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

ભાવનગર શહેર અને જિલ્લામાં 21 જાન્યુઆરીએ કોરોનાની લહેર તીવ્રત્તમ બની હતી અને શહેર અને જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2982 થઇ ગયેલી તે ગઇ કાલે ઘટીને 127 થઇ જતા આ 22 દિવસમાં કોરોનાનો કહેર લગભગ શમી ગયો છે. 2 જાન્યુઆરીએ શહેરમાં 2612 તેમજ તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 370 દર્દીઓ કોરોનાની સારવારમાં હતા. જ્યારે ગઇ કાલ 12 ફેબ્રુઆરીએ ભાવનગર શહેરમાં કોરોનાના 97 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 30 દર્દીઓ કોરોનાની સારવારમાં હતા. આમ સારવાર લઇ રહેલા દર્દીઓની જબ્બર ઘટાડો થયો છે.

શહેરમાં ગત તા.21 જાન્યુઆરી સુધીમાં શહેર-જિલ્લા કક્ષાએ કુલ 25,830 દર્દીઓ સામે 22,544 દર્દીઓ કોરોનામુક્ત થતા શહેર-જિલ્લા કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 87.28 ટકા થઇ ગયેલો તે ગઇ કાલ તા.12 ફેબ્રુઆરી સુધીમાં કુલ 29,165 દર્દીઓ પૈકી 28,668 દર્દીઓ સાજા થઇ જતા રિકવરી રેઇટ વધીને 98.30 ટકા થઇ ગયો છે. એટલે કે આ 22 દિવસમાં રિકવરી રેઇટમાં 11.02 ટકાનો વધારો થયો છે.

જિલ્લામાં રિકવરી રેઈટ 98.47 ટકા થઈ ગયો
આજ સુધીમાં ભાવનગર શહેર-ગ્રામ્ય કક્ષાએ કોરોના પોઝિટિવના કુલ 29,169 દર્દીઓ નોંધાયા છે અને તે પૈકી 28,724 દર્દીઓ સાજા થઇ જતા શહેર-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ વધીને 98.47 ટકા થઇ ગયો છે.

22 દિવસમાં કોરોનાથી 48 દર્દીના મોત થયા
ભાવનગર શહેર અને જિલ્લામાં 21 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાનના 22 દિવસના સમયગાળા દરમિયાન કુલ 48 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 21મીએ શહેર-જિલ્લામાં કુલ મોત નો આંક 305 હતો તે ગઇ કાલ સુધીમાં વધીને 353 થઇ ગયો હતો.

  • શહેરમાં રીકવરી રેઈટ 84.44%
  • 21 જાન્યુ.એ રિકવરી રેઇટ 98.36%
  • 12 ફેબ્રુ.એ રિકવરી રેટ
  • 14.19 % 22 દિવસમાં વધારો
  • ગ્રામ્યમાં રીકવરી રેઈટ 93.61%
  • 21 જાન્યુ.એ રિકવરી રેઇટ 97.79%
  • 12 ફેબ્રુ.એ રિકવરી રેટ 4.18 % 22 દિવસમાં વધારો
અન્ય સમાચારો પણ છે...