તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભાવનગરમાં આજે રેકોર્ડબ્રેક કેસો નોંધાયા, જિલ્લામાં કોરોના પોઝિટિવના 573 નવા કેસ આવ્યા

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક્ટિવ કેસની સંખ્યા 3767 પર પહોંચી છે
 • આજે 221 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં

ભાવનગર જિલ્લામાં આજરોજ રેકોર્ડબ્રેક 573 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની 13,786 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં 255 પુરૂષ અને 155 સ્ત્રી મળી કુલ 410 લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે શહેરમાં 6 ના મોત નિપજ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં પાંચના મોત થયા છે

તાલુકાઓમાં મહુવા ખાતે 9, તળાજા ખાતે 48, ભાવનગર ગ્રામ્ય ખાતે 26, ઉમરાળા ખાતે 7, શિહોર ખાતે 29, ગારીયાધાર ખાતે 4, પાલીતાણા ખાતે 14, વલ્લભીપુર ખાતે 5 તેમજ ઘોઘા ખાતે 21 કેસ મળી કુલ 163 લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે. જયારે ગ્રામ્ય વિસ્તારમાં પાંચના મોત થયા છે. જેમાં વલ્લભીપુરના કાનપર ગામે 75 વર્ષીય સ્ત્રીનું મોત થયું છે. ભાવનગરના કામલેજ ગામે 35 વર્ષીય પુરુષનું મોત થયું છે. ઉમરાળાના પરવાળા ગામે 65 વર્ષીય પુરુષનું મોત થયું અને મહુવાના અર્બન ગામે ત્રણ પુરુષના મોત થયા હતા.

કુલ 221 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થયા

જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 176 અને તાલુકાઓમાં 45 કેસ મળી કુલ 221 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી.

આ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામા નોંધાયેલા 13,786 કેસ પૈકી હાલ 3,767 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા અત્યાર સુધીમાં 153 દર્દીઓનું અવસાન થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો