તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેકાબૂ કોરોના:શહેરમાં 24 કલાકમાં વિક્રમસર્જક 44 કેસ, જિલ્લામાં કુલ 62 પોઝિટિવ

ભાવનગર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સમગ્ર જિલ્લામાં એક્ટિવ દર્દીઓ વધીને 451 થઇ ગયા : શહેરમાં વધુ એક દર્દીનું મોત

ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના હવે બેકાબૂ થયો છે અને છેલ્લાં 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં કુલ 62 પોઝિટિવ કેસ નોંધાયા છતાં પ્રજાજનો હજુ પણ માસ્ક પહેરવામાં અને સોશિયલ ડિસ્ટન્સ પાળવામાં બેફિકર છે તો તંત્ર અમલવારીમાં બેદરકાર રહ્યું હોય કોરોનાનો જ્વાળામુખી ફાટ્યો છે.

આજે શહેરમાં 44 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 18 મળી કુલ 62 પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. સમગ્ર જિલ્લામાં કોરોનામાં રિકવરી રેઇટ ઘટીને 92.63 ટકા થઇ ગયો છે. જ્યારે કોરોનાની સારવાર લઇ રહેલા એક્ટિવ દર્દીઓની સંખ્યા કુદકેને ભુસકે વધીને આજે 451ના આસમાની આંકે આંબી ગયો છે. છેલ્લા છ મહિનામાં શહેરમાં 44 કેસનો વિક્રમ છે.

શહેરમાં આજે કુલ 44 પોઝિટિવ કેસ મળ્યા હતા જેમાં 27 પુરૂષ અને 17 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે 27 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 18 પુરૂષ અને 9 મહિલાનો સમાવશે થાય છે. આજે શહેરમાં સરકારી ચોપડે એક દર્દીનું કોરોનાથી મોત દર્શાવાયું હતુ.

તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં વલ્લભીપુરમાં 53 વર્ષીય પુરૂષ અને 35 વર્ષીય પુરૂષ, મહુવાના જાંબુડામાં 70 વર્ષીય મહિલા, ઘોઘાના લાકડીયામાં 45 વર્ષીય પુરૂષ, ભાવનગરના સરતાનપરમાં 30 વર્ષીય પુરૂષ, પાલિતાણાના રાણીગામમાં 14 વર્ષીય કિશોરી, તળાજામાં 59 વર્ષીય પુરૂષ અને 40 વર્ષીય પુરૂષ, ઉમરાળાના ચોગઠમાં 67 વર્ષીય મહિલા, સિહોરમાં 44 વર્ષીય પુરૂષ, સિહોરના પીપરલામાં 60 વર્ષીય પુરૂષ, ભાવનગરના ફરિયાદકામાં 65 વર્ષીય પુરૂષ, સિહોરમાં 36 વર્ષીય મહિલા, વલ્લભીપુરના પચ્છેગામમાં 60 વર્ષીય મહિલા, ભાવનગરના વરતેજમાં 56 વર્ષીય પુરુષ, ગારિયાધારના ડમરાળામાં 60 વર્ષીય પુરૂષ અને 55 વર્ષીય મહિલા તેમજ સિહોરના મોટા સુરકામાં 75 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ રિકવરી રેઇટ ઘટીને 94.17 ટકા થઇ ગયો છે. જ્યારે આજે 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

15 દિવસમાં સ્મશાનના ચોપડે કોરોનાથી 48ના મોત : સરકારી ચોપડે માત્ર 3 મોત
ભાવનગર ¿ કોરોનાથી મોતના સરકારી ચોપડે આંકડા અને સ્મશાનગૃહોમાં કોરોનાના મૃતદેહોને કરાયેલી અંતિમ વિધિમાં ભારે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિક તંત્ર કો-મોરબિડના આંકડા પ્રકાશિત કરતા નથી. માત્ર કોરોનાથી જ મોત થયું હોય તેના આંકડા દર્શાવે છે અને તેમાં ભાગ્યે જ કોઇ મોત હોય છે. જેમ કે છેલ્લાં 15 જ દિવસમાં શહેરના સ્મશાનોમાં કોરોનાથી મૃતદેહો આવ્યા હોય અને તેની અંતિમ વિધિ કરી હોય તેની સંખ્યા 48 છે જ્યારે આજ સુધીમાં સરકારી ચોપડે માત્ર 3 જ મોત દર્શાવાયા છે.

ભાવનગરમાં પાંચ સ્મશાનગૃહ છે જેમાં કુંભારવાડા, ગોરડ, સિંધુનગર, ચિત્રા અને સુભાષનગર સ્મશાનનો સમાવેશ થાય છે. જેમાં ભાવનગરમાં આજે કુલ 10 કોમોરબિડ મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જો કે કો-મોરબીડ મોતનાઆંકડા જાહેર ન કરાતા આ ભારે વિરોધાભાસ સર્જે છે. કારણ કે સરકારી ચોપડે તો માત્ર કોરનાથી જ મોત થયું હોય તેમાં અન્ય કોઇ રોગ ન હોય તો જ સરકારી ચોપડે કોરોનાથી મોત તરીકે નોંધાયા છે. જ્યારે આજે પૂછપરછ કરતા ભાવનગર શહેરમાં કુંભારવાડા સ્મશાનમાં 2, ચિત્રા સ્મશાનમાં ચાર અને ગોરડ સ્મશાનમાં પણ ચાર કો મોરબીડ દર્દીની અંતિમ વિધિ કરવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસમાં ભાવનગરમાં 48 કોમોરબિડની અંતિમવિધિ સ્મશાનોમાં કરવામાં આવી જ્યારે સરકાર દ્વારા છેલ્લા પંદર દિવસમાં ભાવનગરમાં કોરોનાથી માત્ર ૩ લોકોના મોત દર્શાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો