તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મબલક આવક:ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવકમાં રેકોડ બ્રેક 1 લાખ ગુણીની આવક

ભાવનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • લાલ ડુંગળીના 20 કિલોના ભાવ 450 રૂપિયા થી 700 રૂપિયા સુધી મળી રહ્યા છે

શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ સારા પ્રમાણમાં ડુંગળીની આવક યાર્ડ ખાતે જોવા મળી રહી છે.આજ ના દિવસે માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 97,801 ગુણીનું આવક થઈ હતી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા લાવવામાં આવેલ લાલ ડુંગળીના 20 કિલોના ભાવ 450 રૂપિયા થી 700 રૂપિયા સુધી મળી રહ્યા છે.

હાલમાં ભાવનગર યાર્ડમાં ત્રણ દિવસ પહેલા 4 લાખ ગુણી ની આવક થતા તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જેમાં છેલ્લા બે દિવસમાં 50 થી 60 હજાર ગુણીનું વેચાણ થતું હતું પરંતુ આજનાં દિવસે યાર્ડ ખાતે એકજ દિવસમાં એક લાખ ગુણીનું વેચાણ થયું છે અને આજે પણ ખેડૂતોને 20 કિલો ડુંગળીના રૂ.450 થી 711 સુધીના રહ્યા હતા.સતત ડુંગળીના વેચાણ ભાવો જળવાઈ રહેતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

સતત ડુંગળી વેચાણના ભાવો જળવાઈ રહેતા ખેડૂતોને ડુંગળીના સારા ભાવો મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. આ વર્ષે ડુંગળીના મબલખ ઉત્પાદનને કારણે માર્કેટયાર્ડમાં ડુંગળીની સતત આવક શરૂ છે. સાથોસાથ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે. એક સાથે મોટી આવકને કારણે માર્કેટયાર્ડમાં સતત જગ્યાનો પ્રશ્નો ઉપસ્થિત થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો