તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:યુવાનની હત્યામા સામેલ આરોપીઓને સાથે રાખીને પોલીસે કર્યુ રીકન્સ્ટ્રકશન

ભાવનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિતાણામા મોબાઇલ ઉધાર ન આપતા યુવાન પર છરીના ઘા ઝીંકાયા હતા
 • યુવાનને મોતને ઘાટ ઉતારવા મામલે વધુ બે આરોપી ઝડપાયા

પાલિતાણા ખાતે બે દિવસ પુર્વે મોબાઇલ ઉધાર ન આપતા કેટલાક શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેમનુ મોત નીપજતા મામલો હત્યામાં તબદીલ થયો હતો. જે અંગે થયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપી સહીત ચાર શખ્સોની ધરપકડ કર્યા બાદ ગુરૂવારે વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી. આજે અગાઉ ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી પોલીસે હત્યાનુ રીકન્સ્ટ્રકશન કર્યુ હતુ.

ગત તા.1/12/20 ના રોજ પાલિતાણા નગરપાલીકાના ઉપ પ્રમુખ ઉસ્માનભાઇ સૈયદના પુત્ર કે જેમની મોબાઇલ શોપ આવેલ છે. ત્યા કેટલાક શખ્સો ઉધારમા મોબાઇલ લેવા ગયેલ. જે અંગે ઉધાર આપવાની ના પાડતા તેની દાઝ રાખી આરોપી આમીન ઇબ્રાહીમભાઇ ઉર્ફે ઇબુ દલ અને તેની સાથેના શખ્સોએ અયુબભાઇ ઉસ્માનભાઇ સૈયદ (ઉ.વ.27 ) ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી નાસી છુટયા હતા. ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતે સારવાર્થે હોસ્પીટલમા ખસેડવામા આવેલ. જયા સારવાર દરમ્યાન યુવાનનુ મોત થયેલ.

આ બનાવ અંગે મૃતકના પિતા ઉસ્માનભાઇ સૈયદે આમીન સહીતનાઓ સામે હત્યા સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભાવનગર આર.આર.સેલની ટીમે આરોપી આમીનની ધરપકડ કરી હતી. જેને કોર્ટમા રજુ કરી શનિવાર સુધીના રીમાન્ડ મેળવાયા હતા. જયારે પાલિતાણા ટાઉન પોલીસે વધુ ત્રણ આરોપીઓ સોહિલ રફીકભાઇ ઘાંચી, આદિલ હુસેનભાઇ ટાંક અને ફેઝલ ફારૂકભાઇ પટ્ટણીની ધરપકડ કરી તમામને કોર્ટમા રજુ કરાતા અદાલતે તમામના શનિવાર સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

દરમ્યાન ગુરૂવારે પોલીસે ઝડપાયેલા આરોપીઓને સાથે રાખી હત્યાનુ રીકન્સ્ટ્રકશન કર્યુ હતુ. જેમા હત્યા પુર્વ આયોજીત હોવાનુ ખુલવા પામ્યુ હતુ. પોલીસે આરોપીઓને સાથે રાખી બે કલાક સુધી રીકન્સટ્રકશન કર્યુ હતુ. તેમજ સીસીટીવી કૂટેજ મેળવવા તજવીજ હાથ ધરી હતી. જયારે ગુરૂવારે પોલીસે વધુ બે આરોપીઓ નિઝામુદીન ઉર્ફે નિઝામ મહેબુબભાઇ બારૈયા ( રહે. તળાવ,પાલીતાણા ) અને મોહસીન ઉર્ફે કાળુ મહેબુબભાઇ શરમાળી ( રહે. ઘાંચી જમાતની વાડી પાસે ) ની ધરપકડ કરી હતી. જેને આવતીકાલે કોર્ટમા રજુ કરી રીમાન્ડ માગવામા આવશે તેમ તપાશનીશ અધીકારી પી.આઇ.એન.એમ.ચૌધરી દ્વારા જણાવાયં હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો