આંદોલનની ચીમકી:ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા OBC અનામત હટાવવાના નિર્ણય પર ફેરવિચારણા કરવાની માંગણી, ભાવનગરમાં કલેક્ટરને રજૂઆત કરાઈ

ભાવનગર3 મહિનો પહેલા
  • કોંગ્રેસ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આ અંગે કલેક્ટરને આવેદન પાઠવાયું
  • આ અંગે યોગ્ય નિર્ણય કરવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારાઈ

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા ઓબીસી અનામત હટાવવાના નિર્ણય પર ફેરણા કરવા કોંગ્રેસ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ ભાવનગરના જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જો આગામી સમયમાં પુનઃફેરવિચારણા કરવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ભૂતકાળની સરકારે ઓબીસી માટે અનામત આપી હતી
10 ટકા ઓબીસી અનામત હટાવવાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ તેમજ ઓબીસી ડિપાર્ટમેન્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં ચૂંટણી આયોગ દ્વારા 3252 ગ્રામ પંચાયતમાં 10 ટકા ઓબીસી અનામત કરેલી છે જે ઓબીસી વર્ગ માટે આઘાતજનક છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પ્રતિનિધિત્વ મળે તે માટે ભૂતકાળની સરકારોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટે 10 ટકા બેઠક અનામત રાખવાની જોગવાઈ કરી છે. 19 જાન્યુઆરી 2022ના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી મિશન રચી વસ્તીના આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો, પરંતુ ગુજરાત સરકારે આ અંગે કોઈ જ કાર્યવાહી કરી નહી અને હવે રાજ્ય ચૂંટણી આયોગે 10 ટકા ઓબીસી અનામત રહેલી મહિલા અનામત સહિતની તમામ બેઠકોને સામાન્ય બેઠક તરીકે વર્ગીકૃત કરીને ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ કરવા આદેશ કર્યો છે જે ઓબીસી વર્ગને અન્યાયકર્તા છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું હતું કે, ભારતીય જનતા પાર્ટી જમણેરી વિચાર ધરાવતી પાર્ટી છે તે સૌ કોઈ જાણે છે અને પછાત વર્ગનો પ્રતિનિધિત્વ દૂર થાય તેવા પ્રયત્નો ભાજપ પક્ષ હંમેશા કરે છે જે દુનિયાની સૌથી મોટી લોકશાહી માટે આઘાતજનક અને ખતરા સમાન છે તેથી આ નિર્ણય બાબતે પુનઃવિચારણા કરી સરકાર કક્ષાએ યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવી માગ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને પ્રતિનિધિઓ મળે તે માટે ભૂતકાળની સરકારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી માટે 10 ટકા અનામત બેઠક રાખી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી તે મુજબ થાય તે માટે જરૂરી કાર્યવાહી થાય તેવી અંતમાં માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...