પ્રમુખસ્વામી મહારાજનો જન્મ શતાબ્દી મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે. તેમના જીવનના અનેક પ્રેરક પ્રસંગો છે. તેમાંનો એક પ્રસંગ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકા સાથે પણ જોડાયેલો છે. તેમણે અહીં 200 વર્ષ જૂની દુશ્મનાવટનો અંત લાવીને સામાજિક સમરસતાનું અદભુત કામ કર્યું હતું.
ઘોઘા તાલુકાના કુકડ અને ઓદરકા ગામ વચ્ચેની આ વાત છે. બીએપીએસની નોંધ મુજબ આ બંને ગામો વચ્ચે ચરાણ બાબતે અપૈયા હતા. જેવી રીતે અબોલા હોય તેમાં એકબીજા સાથે બોલવાનું નહીં, તેમ અપૈયા એટલે એકબીજાના ગામનું પાણી પણ પીવાનું નહીં તેવી દુશ્મનાવટ 200 વર્ષથી ચાલતી હતી. અને આ વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. તે સમયના પ્રભાવશાળી વ્યક્તિ રામસિંહ બાપુને પ્રમુખ સ્વામીએ અંગત રસ લઈને આ બંને ગામ વચ્ચે સમાધાનનો માર્ગ અપનાવવા અને સામાજિક સમરસતાનું કામ સોંપ્યું હતું.
તે પછી પ્રમુખ સ્વામીએ પોતે ઉપસ્થિત રહીને બંને ગામના લોકો વચ્ચેના અપૈયા છોડાવ્યા હતા અને ત્યારબાદ ધર્મના પ્રચાર પ્રસારનું પણ આ મુઠ્ઠી ઉચેરું કામ કર્યું હતું. આજે પ્રમુખસ્વામી મહારાજ ગેરહાજર છે, પરંતુ તેમના આ કાર્યની નોંધ લોકોમાં હંમેશા યાદગીરી બની ગઈ છે.ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનો આ પ્રસંગ રાજ્યસ્તરે બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થામાં નોંધ સાથે લેવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.