તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યાગ્રહ:વ્યાજબી ભાવના દુકાનદારોએ કુટુંબનું ભરણપોષણ ન થતા ગ્રાહકો પાસે બે મુઠ્ઠી અનાજ આપવા અપીલ કરી

ભાવનગર16 દિવસ પહેલા
 • ભાવનગર રેશન શોપ એસોસિએશને સત્યાગ્રહનો આરંભ કર્યો
 • સત્યાગ્રહમાં દુકાનદારો ગ્રાહકો પાસેથી દાન મેળવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરશે

ગુજરાત રાજ્ય ફેર પ્રાઈઝ એસોસિએશન દ્વારા ભાવનગર રેશન શોપ એસોસિએશને સત્યાગ્રહનો આરંભ ભાવનગર ખાતેથી કર્યો છે. જેમાં ગ્રાહકો પાસેથી દાન માંગી પોતાના કુટુંબનું ભરણપોષણ કરશે. એસોસિએશનની માંગ છે કે હાલ મળી રહેલ કમિશન સરકાર ઓછુ આપી રહી છે. જેના વિરોધમાં આજે નવતર પ્રયોગ રૂપે સત્યાગ્રહનો આરંભ ભાવનગરથી કરવામાં આવ્યો છે.

વ્યાજબી ભાવના દુકાનદારોને પણ સત્યાગ્રહની જરૂરિયાત પડી

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ લગભગ 17,000 જેટલા વ્યાજબી ભાવના દુકાનદાર અને હાલમાં અપાતું કમિશન ખૂબ જ અપૂરતું અને ઓછું છે. હાલમાં રાજ્ય સરકારના દુકાનદારોને સરેરાશ લગભગ 11,000 જેટલું કમિશન મળે છે. જેની સામે સહાયક અને ઓપરટરના પગાર, દુકાનનું ભાડું, ઇન્ટરનેટ બિલ જેવા સરકારની આ સિસ્ટમ ચલાવવા પાછળના સંસાધનોમાં લગભગ 15 હજાર ખર્ચ કરવો પડે છે. આમ દુકાનદારને આવકતો ઠીક પરંતુ સરકારની આ સિસ્ટમ ચલાવવાના વધારાનો ખર્ચ કાઢવા માટે પણ અન્ય રસ્તાઓના અપનાવવા પડે છે. ત્યારે ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસો. દ્વારા વારંવાર સરકારમાં કમિશન વધારાની માંગ કરતી રજૂઆત કરાઇ છે. પરંતુ સરકાર તરફથી કોઇ પ્રત્યુત્તર ન આપતા નાછૂટકે દુકાનદારોએ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાના ગ્રાહકો પાસેથી દાન મેળવી પોતાના કુટુંબનું ભરણપોષણ કરવાનું નક્કી કરી નવતર પ્રકારનો સત્યાગ્રહનો આરંભ કર્યો છે.

દુકાનદારોએ પોતાના ગ્રાહકો પાસેથી દાન મેળવી કુટુંબનું ભરણપોષણ કરવાનું નક્કી કર્યું

જેનું આજે એસોસિએશનના રાજ્યના પ્રમુખ મહિપતસિંહ ગોહિલ અને રાજ્ય મહામંત્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાની દુકાન ઉપરથી જથ્થો લેવા આવતા ગ્રાહકોને દુકાનદારની વ્યથા સમજાવી દુકાનદારના કુટુંબના ભરણપોષણ માટે થઈને દુકાન ઉપર રાખવામાં આવેલ દાન પાત્રમાં બે મુઠ્ઠી અનાજ આપવા અપીલ કરી છે. આ સત્યાગ્રહની શરૂઆત કરી છે. આ કાર્યક્રમમાં રેશન શોપ એસો.ના શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ વેગડ અને શોપ એસોસિએશન શહેર મહામંત્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો