તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્ય તંત્રની કામગીરી:મચ્છરજન્ય રોગ અટકાવવા ઘરે ઘરે ફરી આરોગ્ય તંત્ર સક્રિય

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોહીનાં નમુના લેવાની કામગીરી પણ હાથ ધરાઇ
  • મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા અટકાયતી પગલા શરૂ કરવામાં આવ્યા

ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે અને આ મચ્છરોને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોનું સંક્રમણ પણ ચોમાસાની ઋતુમાં વધે છે ત્યારે ભાવનગર જિલ્લામાં વિવિધ પાણીના ખાડા -ખાબોચિયાઓમા પોરાભક્ષક માછલી મૂકીને તેનું નિયંત્રણ કરવાના ઉપાયો આદરવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઘેર-ઘેર પોરાનાશક કામગીરી, સર્વેલન્સ, લોહીનાં નમૂના લેવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા આરોગ્ય તંત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વેકરિયા, ડો.તાવીયાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા મેલેરીયા અધિકારી ડો.બી.પી.બોરીચા અને તેમની ટીમ દ્વારા ઘેર-ઘેર પોરાનાશક કામગીરી, સર્વેલન્સ, લોહીનાં નમૂના લેવા તેમજ ગપ્પી પોરાભક્ષક માછલી જુદા-જુદા સ્થળે મૂકી પગલાં લેવાઈ રહ્યાં છે.

આ કામગીરીમાં ઉસરડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સણોસરાથી ગપ્પી માછલી લઈને મોટા સુરકા, વાળાવડ ગામોમાં કાયમી ભરાઇ રહેતાં તળાવ, નાળા, વાડીઓના કૂવામાં પોરાભક્ષક ગપ્પી માછલી મૂકીને મચ્છર ઉત્પત્તિ અટકાવીને મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા રોગ અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...