તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સ્ટેટ GSTનું ભાવનગરમાં બોગસ બિલિંગ ડામવા રી-વેરિફિકેશન શરૂ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇના નામે રજીસ્ટ્રેશન, ભૂતિયા પેઢીઓ જેવી ગેરરીતિઓ નાથવા કામગીરી

આખા રાજ્યમાં સ્પોર્ટ્સ, ખેલકૂદ, કલા-સાહિત્ય ઉપરાંત જીએસટીની ગેરરીતિઓ સંબંધે પણ ભાવનગરનું નામ સતત સપાટી પર આવી રહ્યું છે. આવી ગેરરીતિઓને જડમૂળથી ડામી દેવા માટે સંબંધિત સરકારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ મહાઅભિયાન અંતર્ગત બુધવારે ભાવનગરમાં સ્ટેટ જીએસટીની અમદાવાદ અને સુરતની 30 જેટલી ટીમો ઉતારવામાં આવી છે અને શંકાસ્પદ પેઢીઓના રી-વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ભાવનગરમાં નોંધાયેલી વેપારીઓ પેઢીઓના દર્શાવવામાં આવેલા ધંધાના સ્થળે સ્ટેટ જીએસટીના અધિકારીઓની ટુકડીઓ દ્વારા રી-વેરિફિકેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ અને સુરતથી અધિકારીઓની ટુકડીઓ ભાવનગરમાં આવી છે, અને જીએસટી રજીસ્ટ્રેશના સ્થળોએ પહોંચી, ધંધાનો પ્રકાર, પેઢીના માલીકનું નામ, સરનામુ, ઓરિજનલ દસ્તાવેજો, ભાગીદારી પેઢી હોય તો તેના સંબંધિત દસ્તાવેજ, ટ્રેડિંગ સીવાયની પેઢીઓ હોય તો માલ સ્ટોરેજ માટેની શું વ્યવસ્થા છે અને તેનો ઉલ્લેખ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કરવામાં આવેલો છે અથવા બાદમાં ઉમેરો કરાવવામાં આવેલો છે કે કેમ તે સહિતની ચકાસણીઓ કરવામાં આવી રહી છે. જો કે જેન્યુઅન વેપારીઓને કોઇ હેરાનગતિ પણ ન થાય તેના માટેની પણ તકેદારીઓ રાખવામાં આવી રહી હોવાનું અધિકારીઓએ ઉમેર્યુ હતુ. અમદાવાદ અને સુરતથી આવેલી ટુકડીઓ દ્વારા રેન્ડમલી શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી પેઢીઓમાં રી-વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે જ 30 જેટલી પેઢીઓના નામ, સરનામા, માલીકના નામ, રજીસ્ટ્રેશનમાં આપેલા દસ્તાવેજોમાં ચેડાં સહિતની અનેક ગેરરીતિઓ સામે આવી છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આવી પેઢીઓની ચકાસણી બાદ તેનો રિપોર્ટ બનાવવામાં આવશે અને ઉપરી અધિકારીઓને સબમિટ કરવામાં આવશે, ત્યારબાદ જો કોઇ વાંધાજનક બાબતો હશે તો તેઓને નોટિસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ નંબર રદ્દ કરવા સુધીના પગલા ભરવામાં આવનાર હોવાનું કામગીરીમાં સામેલ એક અધિકારીએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...