શિક્ષણ:ધોરણ 12 સાયન્સમાં ફરીથી પરીક્ષા માટે 3 માસમાં અરજી કરવી પડશે, જુલાઇમાં પૂરક પરીક્ષા લેવાનું આયોજન ઘડાયુ

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુણ ચકાસણી, નામ સુધારો, ઉત્તરવહી અવલોકન વિગેરે બાબતે ગુજરાત બોર્ડે પરિપત્ર જાહેર કર્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગઇ કાલે ધો.12 સાયન્સનુ઼ પરિણામ જાહેર થયા બાદ હવે પરિણામના ગુણ ચકાસણી, નામ સુધારો, ઉત્તરવહી અવલોકન, પૂરક પરીક્ષા વિગેરે બાબતે કાર્યવાહી કરવા અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તિર્ણ ઉમેદવાર દ્વારા જો પરિણામ રદ કરાવી પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા ઇચ્છુક હોય તો આવા ઉમેદવારો ઓફલાઇન રીતે નિયત પરીક્ષા ફીનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે. માર્ચ-2023માં પુન: ઉપસ્થિત થવા ઇચ્છુક ઉમેદવારએ પરિણામ જાહેર થયા બાદ 120 દિવસમાં અરજી કરીને બોર્ડની કચેરીએ રૂબરૂ જમા કરાવવાની રહેશે.

ગુણ ચકાસણી માટે ઓનલાઇન અરજીસ કરી શકાશે. આ માટે ઉત્તરવહી દીઠ રૂ.100ની ફી લેવાશે. પરિણામ જાહેર થયા બાદ સૂચનાઓ ઓનલાઇન મુકાશે અને શરૂ થયાના સાત દિવસમાં આ પ્રક્રિયા કરવાની રહેશે. ઉત્તરવહી અવલોકનની પ્રક્રિયા પણ ઓનલાઇન થશે અને ઓએમઆર દીઠ રૂ.100 તેમજ પાર્ટ બીમાં મુખ્ય ચાર વિષયો રહેશે. દફતર ચકાસણી પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધી કરી શકાશે. નામ કે અટકમાં સુધારો પરિણામ જાહેર થયાના ત્રણ માસ સુધીમાં અરજી કરી શકાશે. અસલ ગુણપત્રક, પ્રમાણપત્ર આપવામાં આવશે. ત્યાર બાદ ડુપ્લિકેટ ગુણપત્રક કે પ્રમાણપત્ર મળશે. તેની અરજી માટે રૂ.100 રહેશે.

આ માટેની અરજીઓ બોર્ડની વેબસાઇટ www.gseb,org પર કરવાની રહેશે. ગુણ-તૂટ ન સ્વીકારવા માટેનું અરજીપત્રક ઓફલાઇન ભરાશે અને પરિણામ જાહેર થયાના 30 દિવસ સુધીમાં આ અરજી કરવાની રહેશે. એબી ગ્રુપમાંથી એ કે બી ગ્રુપમાં ફેરફાર કરી પરિણામ મેળવવા અંગે ઓફલાઇન કાર્યવાહી પરિણામ જાહેર થયાના બે અઠવાડિયા સુધીમાં કરી શકાશે. જુલાઇ-2022માં પૂરક પરીક્ષા યોજાશે. જે ઉમેદવારો થિયરી કે પ્રેક્ટિકલના એક અથવા બે વિષયમાં ગેરહાજર હોય કે નાપાસ થયા હોય તેઓ ની શાળાવાર યાદી તૈયાર કરીને શાળાઓને મોકલાશે. આ માટે બોર્ડની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી ફી ભરી શકાશે. કન્યાઓ અને દિવ્યાંગોને ફી ભરવાની રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...