તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:SBI દ્વારા કાયદાની વિરુદ્ધ વર્તનની ઉદ્યોગપતિની રાવ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ચિત્રામાં નિમેષ ઓઇલ પ્રા.લી.ના ડાયરેક્ટરે નાયબ પોલીસ અધિક્ષકને કરી લેખિત રજૂઆત

ભાવનગર ચિત્રા જીઆઇડીસી માં આવેલ નિમેષ ઓઇલ પ્રા.લી. દ્વારા ખાદ્યતેલના ધંધાના વિકાસ માટે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર દરબાર પાસેથી મિલ્કતો તારણ માં મૂકી ધિરાણ મેળવવામાં આવેલ અને ધિરાણની રકમ નિયમ મુજબ નિયમિત ભરપાઈ થતી હતી છતાં આ બેંકના મેનેજર દ્વારા કોઈ આવાંતર હેતુથી પોતાનો ઇરાદો બર લાવા એકાઉન્ટ એન.પી.એ થયેલ છે તેવી જાહેર નોટિસ પ્રસિદ્ધ કરેલ જેથી નિમેષ ઓઇલ પ્રાલી ની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થયું તેમજ ગ્રાહકો પાસે બાકી લેણાં નાણાં ડૂબવા લાગ્યા અને આર્થિક નુકસાન પહોંચ્યું.

કંપનીના ડાયરેક્ટરો દ્વારા ડેબટ રીકવરી ટ્રીબ્યુનલ કાનૂની કાર્યવાહી શરૂ કરેલ છે તેથી બેંક દ્વારા મશીનરી ધંધાના સ્થળે જ પડેલા હોવા છતાં ખોટી પોલીસ ફરિયાદ જાહેર કરેલ જે ફરિયાદની હકીકત ધ્યાને લઇ નામદાર અદાલતે ડાયરેક્ટરો ને જામીન ઉપર મુક્ત કરેલા. અને બેન્ક દ્વારા નામદાર ટ્રિબ્યુનલમાં પ્રોસિડીઝ સરું હોવા છતાં નિયમ વિરુદ્ધ જઇ તારણ માં મુકેલ કેટલીક મિલકતો પોતાના મળતિયાઓને બજાર કિંમત કરતા નીચી કિંમતે વેચી નાખેલ.

અને બેંક દ્વારા તમામ સમયે નિયમ મુજબ વિરુદ્ધ ની કાર્યવાહી થતી હોય અને હિસાબી ચોપડાઓ જપ્ત કરી ઉઘરાણીના નાણાં ડુંબાડી મોટું આર્થિક નુકસાન પહોંચાડેલ હોય અને લાંબા સમયથી ધંધો બંધ કરાવેલ હોય કંપનીના ડાયરેક્ટર મનોજભાઈ દુલામલ કિંમતાણી દ્વારા ભાવનગર નાયબ પોલીસ અધિક્ષકને બેન્કના કર્મચારી /અધિકારી વિરુદ્ધ લેખિત ફરિયાદ અપાયેલ છે તે સંબંધે કાયદેસર કાર્યવાહી કરવા લેખિત અરજી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...