તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પરિણીતા પાસે દહેજ માગી ત્રાસ આપ્યાની પતિ-સાસુ વિરૂધ્ધ રાવ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વર્ષના લગ્ન જીવનમા સાસરીયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી મહિલા 4 વખત તેના પિયર જતી રહેલી

શહેરના સુભાષનગર ખાતે સાસરૂ અને મહારાષ્્ટ્રના નાગપુર ગામે પિયર ધરાવતી મહિલાને પતિ-સાસુએ શારીરીક-માનસીક ત્રાસ આપી અવાર નવાર દહેજની માંગણી કરી ત્રાસ આપ્યાની પોલીસમા ફરિયાદ નોંધાવાઇ છે. મહારાષ્ટ્રના નાગપુર ગામે રહેતા બાબુરાવ રમેશરાવ મિશ્રાની દીકરી સ્નેહાબેનના લગ્ન શહેરના સુભાષનગર ખાતે રહેતા સચીર મુલીન્દ્ર ભટ્ટ સાથે ગત તા.29/11/2019 ના રોજ થયા છે. લગ્ન જીવન દરમ્યાન તેમને કોઇ સંતાન નથી.

લગ્નના એક માસ બાદ તા.30/12/2019 થી ફરિયાદી સ્નેહાબેનને તેમના પતિ તથા સાસુ નાની-મોટી વાતમા મેણા ટોણા મારી ઝઘડો કરી મારમારતા અને ઘરનુ કોઇ કામ કરવા દેતા નહી સાસુ રાત્રીના પણ તેમના બેડરુમમા આવીને બેસી જતા હતા. જેનાથી કંટાળી સ્નેહાબેન 3થી4 વખત તેમના પિયર જતા રહેલ.તેમના ત્રાસથી ફરિયાદીના પિતા ડિપ્રેશનમા આવી ગયા હતા. અને માતા પણ હયાત નથી.

ગત તા.17/9/2020 ના ફરિયાદીના માતાની તબીયત બગડતા તેઓ નાગપુર ગયેલ અને ત્યા 10 દિવસ રોકાયા બાદ તેણીના પતી અને સાસુ નાગપુર ગયેલ. અને તેઓને ફરિયાદીના બનેવી રાકેશ રાજેન્દ્ર સોમકુંવરને કહેલ કે મારી સાળીને તમે સાથે લેતા જાવ.પણ તેઓ સાથે લઇ ગયેલ નહિં. બાદમા તો26/11/2020 ના ફરિયાદીના બનેવી તથા પીતા તેણીને ભાવનગર મુકવા ગયેલ.જયા તેણીના પતી તથા સાસુએ ઝઘડો કરેલ.અને તેણીના બહેનના લગ્નમા તેણીને પરાણે મોકલેલ બાદમા તેણીના બનેવીને ફોન કરી જણાવેલ કે તમે સ્નેહાને મોકલતા નહી. છતા તેણીના બનેવી તેને મુકવા માટે ભાવનગર આવેલ તે વખતે પતિ-સાસુએ ઘરનો દરવાજો ન ખોલતા તેઓ 6 કલાક સુધી ઘરની બહાર બેસી રહેલ.આમ પતિ એ તેણી પાસે અવાર નવાર દહેજની માંગણી કરી સાસુ તથા પતીએ તેણીને શારીરીક માનસીક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો