તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:જેસરના રાણી ગામમાં વાવાઝોડથી થયેલી નુકસાનીના સર્વેમાં પક્ષપાત કરાયો હોવાની રાવ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડા એ સર્જેલી ખાના-ખરાબી બાદ જેસર તાલુકાના રાણીગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ સર્વેમાં પક્ષપાત કરવામાં આવ્યો હોવાની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી ને કરવામાં આવી છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના રાણીગામે રહેતાં મહેશ લવજીભાઈ વેગડે જેસર તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર પાઠવી એવાં પ્રકારે રજૂઆત કરી છે કે તાજેતરમાં આવેલ તાઉતે વાવાઝોડા બાદ નુકશાની નો સર્વે કરવામાં આવ્યો હતો આ સર્વેમાં સ્થાનિક વહીવટી તંત્ર ના અધિકારીઓ- કર્મચારીઓ દ્વારા પક્ષ ભર્યુ વલણ દાખવ્યું છે અરજદાર મહેશના મકાનને વાવાઝોડા માં વ્યાપક નુકસાન થયું હોવા છતાં સર્વે કરનારી ટીમ આવી ન હતી અને બહાના બતાવ્યા હતાં.

સર્વે કામગીરીનો નિયત સમય પૂર્ણ થઈ જતાં જવાબદાર અધિકારીઓ એ હાથ ઊંચા કરી દઈ પોતાની નૈતિક જવાબદારી માથી છટકી ગયાં છે આ સંદર્ભે મારા જેવા વ્યક્તિ ઓના મકાનો ને નુકસાન થયું છે તેનો તથા ધાર્મિક જગ્યાઓ નો સર્વે કરી સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ સહાય ચુકવવા માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...