તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:રાણીગામના બાળકને મળ્યું નવજીવન: રૂ.10 લાખની સારવારનો ખર્ચ સરકારે ભોગવ્યો

ભાવનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાષ્ટ્રીય બાળ સુરક્ષા સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના રાણી ગામના રહેવાસી દેવેન્દ્ર ની તબિયત લથડતાં હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં દેવેન્દ્ર નું કેન્સર અંગે નું નિદાન કરવામાં આવ્યું હતું. ગામના આશા વર્કર બહેન અને એમ.પી.એચ.ડબલ્યુ દ્વારા આર.બી એસ.કે ટીમને જાણ કરવામાં આવી હતી. આર.બી એસ.કે ની ટીમ દેવેન્દ્ર ના ઘરે જય તપાસ કરી તેના પિતા દીલુભાઈ રાણીગભાઈ કામળીયા અને માતા ને જઈને રોગ વિશેની પૂરી જાણકારી તથા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તેની સંપૂર્ણ સારવાર સરકારી ખર્ચે થઈ શકે તેવી માહિતી આપી હતી.

તેમને યોજના સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત ભરી સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે એમ પી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા. છેલ્લા બે મહિનાથી તે અમદાવાદ સારવાર હેઠળ છે હાલ તેના લોહીના ટકા ચાર ટકાથી વધીને આઠ ટકા થયેલ છે. અમદાવાદ તેને 35 હજારથી લઈને 70 હજાર સુધી ના કિમોથેરાપી ના ઇન્જેક્શન દર અઠવાડિયે આપવામાં આવે છે અને તે સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે આમ અંદાજિત 10 લાખ સુધીના ખરચો સરકારે ભોગવતા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો