આઝાદી કા અમૃત મહોત્સવ:બોટાદમાં સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધા યોજાશે, ભાગ લેવા રજીસ્ટ્રેશન ફરજીયાત

બોટાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયમર્યાદા 16 થી 45 વર્ષની રહેશે
  • સ્પર્ધકે રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે

બોટાદ જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની વયમર્યાદા 16 થી 45 વર્ષની રહેશે. તેમજ સ્પર્ધામાં ભાગ લેવા માટે લિંક https://amritmahotsav.nic.in/competitions.htm ઉપર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મીનીસ્ટ્રી ઓફ કલ્ચરલ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જુદી-જુદી ત્રણ ઉજવણી કરવાની યોજના અમલી બનાવવામાં આવી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી મેકિંગની જિલ્લાકક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેનું રજીસ્ટ્રેશન 15, ડીસેમ્બર-2021 સુધીમાં https://amritmahotsav.nic.in/competitions.htm વેબસાઈટ પર ફરજીયાત કરાવવાનું રહેશે અને ત્યારબાદ એક સાદા કાગળ પર નામ, સરનામું, મોબાઈલ નંબર, ઉમર, પ્રમાણપત્ર તા.15/12/2021 સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીને જિલ્લા રમત ગમત અધિકારી કચેરી જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે પહોચતી કરવા જણાવાયું છે.

આ સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકે રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોકનો ઉપયોગ થઈ શકશે નહિ. તમામ સ્પર્ધકને 4*4 ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે 150 મિનીટ (અઢી કલાક)માં પૂર્ણ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...