તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસિડ પીધું:રાંધેજાનો યુવાન પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી ગયો, હાલત ગંભીર

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીનગરના રાંધેજા ગામે રહેતો યુવાન ગઈકાલે સાંજના સમયે પાણીની જગ્યાએ એસિડ ગટગટાવી જતા તેને ગંભીર હાલતમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ અંગે પેથાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાંધેજા ગામનાં મનોજ રાજુભાઈ દંતાણી નામનો 21 વર્ષીય યુવક ભંગારની ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે ગઈકાલે મનોજ દંતાણી નિત્યક્રમ મુજબ ફેરી કરવા માટે ગયો હતો અને ઢળતી સાંજે આશરે 7.45 વાગ્યાનાં અરસામાં તે ઘરે પરત આવ્યો હતો. તે સમયે મનોજના ઘરે તેની માતા તેમજ ભાઈ રાજેશ હાજર હતા. મનોજ હાલ જે ઘરમાં રહે છે. તે ઘર ની પાસે તેમનું પોતાનું જ એક જૂનું ઘર પણ આવેલું છે.

ભંગારની ફેરી કરીને ઘરે પરત આવેલ મનોજ ને પાણીની તરસ લાગતા તે પોતાના જુના ઘરે ગયો હતો અને ઘરમાં પડેલી એસિડની બોટલને પાણીની બોટલ સમજીને ગટગટાવી ગયો હતો. પાણી સમજીને એસિડ ગટગટાવી જતાં મનોજ ગળું પકડીને તરફડિયા મારવા લાગ્યો હતો. એસિડની જ્વલનશીલતાનાં કારણે મનોજ મોઢામાંથી અવાજ પણ કાઢી શકતો ન હતો. ઘણીવાર દવા છતાં મનોજ ઘરની બહાર ન આવતા તેની માતા મનોજને શોધતી શોધતી જુના ઘરમાં પહોંચી હતી. ઘરમાં મનોજ ને તરફડિયા મારતા જોઈ તેની માતા ગભરાઈ ગઈ હતી બાજુમાં પડેલી એસિડની બોટલ જોતા જ મનોજની માતાને અંદાજ આવી ગયો હતો કે પોતાના પુત્રએ પાણીની જગ્યાએ એસિડની બોટલ ગટગટાવી લીધી છે, પુત્રને તરફડિયા મારતા જોઈ તેની માતાએ બૂમાબૂમ કરી મૂકતા આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા.

બાદમાં મનોજને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મનોજ દંતાણીની પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર છે તેને icu વોર્ડમાં દાખલ કર્યો હતો આ અંગે પેથાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો