તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધિ:મિડલસેક્સ કાઉન્ટી લીગ ક્રિકેટ ટુર્ના.માં ભાવનગરના રમ્ય ઉપાધ્યાયે ઇંગ્લેન્ડમાં 900 રન ફટકાર્યા

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ECBમાંથી લેવલ-2નું કોચિંગ પાસ કર્યુ

ભાવનગરના પ્રતિભાશાળી ક્રિકેટર રમ્ય ઉપાધ્યાય સતત 18 વર્ષથી ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે, અને ચાલુ સિઝનમાં પણ તેઓએ પોતાની પસંદગીને યથાર્થ ઠેરવતા 22 મેચોમાં 900 રન ફટકાર્યા છે.વર્ષ-2021ની સિઝનમાં મિડલસેક્સ કાઉન્ટી લીગ પ્રતિ શનિવાર રમાય છે તેમાં અને રવિવારે સુકાની તરીકે ટીમને લીડ કરવાની સાથે રમ્ય ઉપાધ્યાયે વેસ્ટ હેરો ક્રિકેટ કલબ વતી રમતા મિડલસેક્સ પ્રીમિયર ટી-20 અને મિડલસેક્સ કપમાં ચેમ્પિયનશિપ હાંસલ કરી છે.

ટી-20ની ફાઇનલમાં રમ્યએ 85 રન ફટકાર્યા હતા અને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યા હતા. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) દ્વારા ક્રિકેટરોને ક્રિકેટ કોચના કોર્ષ કરાવવામાં આવે છે તેમાં ભાવનગરના રમ્ય ઉપાધ્યાયે લેવલ-2ની કોચિંગ પરીક્ષા પાસ કરી અને કોચ બનવાની પાત્રતા પણ હાંસલ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...