તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્જેક્શનની અછત:ભાવનગરમાં રેમડેસીવીર ઇન્જેક્શન ખાલી થઈ ગયા, કાલે બપોર સુધી આવવાની શક્યતા

ભાવનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મેડિકલ પ્રમુખે જણાવ્યું કે જેને જરૂર હતી તેને વ્યવસ્થા કરી દીધી

સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જ્યારે વધતો જાય છે. ત્યારે કોરોનામાં અનેક દર્દીઓને રેમડેસીવીર નામનું ઇન્જેક્શન સારું પરિણામ લાવ્યું છે. ત્યારે હાલ ભાવનગરમાં આ ઇન્જેક્શન ખાલી થઈ ગયા છે. અને કાલ બપોર સુધીમાં આવી જશે તેવા પ્રયત્નો ચાલુ છે.

જો આવીને આવી જ પરિસ્થિતિ રહી તો 400 જેટલા પણ ઓછા પડશે

મેડિકલ એસોસીએશનના પ્રમુખ પ્રદીપ મહેતાએ જણાવ્યું હતું કે આજે ભાવનગરમાં રેમડેસીવીર ઇન્જેક્શન હાલ ખાલી થઈ ગયા છે અને કાલે બપોર સુધીમાં આવે તેવી શક્યતાઓ છે. પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે કમિશનરને પણ ફોન કરીને જાણ કરી છે કે વહેલી તકે રેમડેસીવીર ઇન્જેક્શન આવે તેવું કંઈક કરો. પહેલા રોજના 50 થી 100 નંગ જોઈતા હતા. અત્યારે હાલ 200 થી 300 નંગની માંગ છે. જો આવીને આવી જ પરિસ્થિતિ રહી તો 400 જેટલા પણ ઓછા પડશે.

બીજી કંપનીઓએ પણ ઇન્જેક્શન આપવાનું બંધ કરી દીધું

400 નંગ તો માત્ર એક જ કલાકમાં ખાલી થઈ જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ઝાયડ્સ કંપનીનું રેમડેસીવીર રેમડેક ઇન્જેક્શન માત્ર રૂપિયા 899 મળી રહ્યું છે. જેને કારણે લોકો બીજી કંપનીઓનું ઇન્જેક્શન લેવાનું ટાળી રહ્યા છે. જે રૂપિયા 899 માં ઇન્જેક્શન મળી રહ્યા છે તે બીજી કંપનીઓ રૂપિયા 1680માં વેંચી રહી છે. પણ અત્યારની પરિસ્થિતિ જોતા બીજી કંપનીઓએ પણ ઇન્જેક્શન આપવાનું બંધ કરી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો