તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજીવન કેદ:ચાર વર્ષ પૂર્વેની રાજુ ટેભાણી હત્યા કેસમાં સાળા-બનેવીને આજીવન કેદ તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકારાયો

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજુ ટેભાણી ઉપર તલવાર વડે કરાયેલા હુમલામાં તેનું મોત થયેલુ

આજથી ચાર વર્ષ પૂર્વે 2017માં રાજુ ટેભાણીને અગાઉની બોલાચાલીની દાઝ રાખી બે શખ્સોએ સાળો-બનેવીએ તલવારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેને ગંભીર હાલતે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન તેમનુ મોત થતા બનાવ હત્યામાં ફેરવાયો હતો.

પોલીસે બંન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી

આ અંગેની ફરિયાદ ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ નોંધાવતા પોલીસે બંન્ને શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્જ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકિલની દલીલો પુરાવા ગ્રાહ્ય રાખી બંન્ને શખ્સોને કસુરવાર ઠેરવ્યા હતા અને બન્ને આજીવન કેદની સજા અને રોકડા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

અમદાવાદ હોસ્પિટલમાં રાજુ ટેભાણીનું સારવાર દરમિયાન મોત થયુ હતુ

ફરિયાદી રાજુ ટેભાણી કોળી (ઉ.વ.34, રે. વાલ્કેટગેટ, બજરંગ અખાડા પાસે, ક.પરા. ભાવનગર) તથા તેનો મિત્ર હિરેન ઉર્ફે વાઘો બંન્ને જણા ગત તા.11/4/2017 ના રોજ રાતના 8:30 વાગ્યાના સુમારે આરોપી જયેશ રાઠોડ કોળી (ઉ.વ.26, રે. રૂઆબ સોડા પાસે, પ્લોટ નં-33,બી., ખેડુતવાસ ભાવનગર)ના આરોપી નંબર એકના ઘરે આરોપી જયેશના પિતા સાથે ઝગડો કરેલ હોય તેની દાઝ રાખી ફરિયાદી રાજુ ટેભાણી તથા સાહેદ રાતના 9:30 વાગે ખારમાં પાટા પાસે, કાળકામાંના મંદિર પાસે જતા તે વેળાએ આરોપી જયેશ રાઠોડ અને આરોપી કિશોર ઉર્ફે બાબુ વાલજીભાઈ મકવાણા (ઉ.વ.28, રે. રૂઆબ સોડા પાસે પ્લોટ નં-33, બી. ખેડુતવાસ) બંન્ને આરોપીઓએ તલવાર સાથે આવી ફરિયાદી રાજુને ગાળો આપી, ઉશ્કેરાઈ જઈ જમણા હાથે કોણીમાં તથા જમણા પગના સાથળમાં તથા પાનીમાં તલવારના ઘા મારી ગંભીર ઈજાઓ કરી તથા મુંઢ મારમારી બંન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી નાસી છુટયા હતા. જયારે ગંભીર રીતે ઘવાયેલ રાજુ ટેભાણીને જે તે સમયે સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયેલ ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયેલ જયા સારવાર દરમ્યાન ગત તા.12/11/17 ના રોજ રાજુ ટેભાણીનું મોત નિપજયું હતુ.

ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ જે તે સમયે ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત રાજુ ટેભાણીએ જે તે સમયે ગંગાજળીયા પોલીસ મથકમાં ઉકત આરોપી જયેશ રાઠોડ અને કિશોર ઉર્ફે બાબુ મકવાણા સંબંધમા બન્ને સાળો બનેવી થાય છે. તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓ સામે ઈપીકો કલમ 302, 326, 325, 323, 504, 114, તથા જી.પી. એકટ 135નો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકિલ વિપુલ દેવમુરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને લઈ અદાલતે બંન્ને આરોપીઓ જયેશ રાઠોડ અને કિશોર મકવાણાને કસુરવાન ઠેરવ્યા હતા. અને બન્ને શખ્સોને આજીવન કેદની સજા તથા રૂપીયા પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો