મતદાન જાગૃતિ:પાલિતાણાનાં રાજપરા ગામે મતદારોમા જાગૃતતા લાવવા સીગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લામાં આગામી 1 ડિસેમ્બરના રોજ યોજાનાર મતદાન અંગે વહીવટી તંત્ર દ્રારા મતદાન વધારે થાય તેની માટે અનેક આયોજન કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ 102 પાલીતાણા વિધાનસભાના ભાગ નંબર 258 રાજપરા (ઠાડચ) ગામે અવસર લોકશાહીનો અંતર્ગત મતદારોમા જાગ્રતતા લાવવા સીગ્નેચર કેમ્પેઈન કાર્યક્રમ યોજવામા આવ્યો.

ચુટણીપંચે મતદારોમા મતાધિકારની જાગ્રતતા
જેમા પ્રા.શાળાના બાળકો, શિક્ષકો અને વિશાળ સંખ્યામા મતદારોએ પોતાની સહી કરીને સંદેશ આપ્યો કે અમે મતદાન કરીશુ અને કરાવીશુ. આ કાર્યક્રમમાં ખાસ મહિલા મતદારો પણ જોડાયા હતા. ચુટણીપંચે મતદારોમા મતાધિકારની જાગ્રતતા આવે તે માટે અનેક કાર્યક્રમો જાહેર કરલા છે તે બધા કાર્યક્રમ ગામમા થાય તે માટે બી.એલ.ઓ. જયેન્દ્રસિહ ડી.ગોહિલ જહેમત ઉઠાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...