તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:રાજપરા ખોડિયાર મંદિર 11મીથી ભાવિકો માટે ખુલશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બગદાણા મંદિર અંગે 15મી બાદ મીટીંગમાં નિર્ણય થશે

તા.11 જૂનને શુક્રવારથી સમગ્ર ગુજરાતમાં તીર્થધામો ભાવિકો માટે ખુલ્લી રહ્યાં છે ત્યારે સાક્ષાત માતા જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર ખાતે આવેલું છે. જોગમાયા સ્વરૂપ માતા ખોડિયારના દર્શન માટે આ મંદિર પણ તા.11મીથી ખોલવામાં આવશે. જેમાં માઇભક્તો માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવાશે, સેનેટાઇઝેશન વિગેરેનું પાલન કરી અને મહત્તમ 50 દર્શનાર્થીઓને જ દર્શનાર્થે અંદર લાઇન મુજબ આવવા દેવામાં આવશે તેમ મંદિરના મહંત ભરતપુરી ગૌસ્વામીએ જણાવ્યું હતુ.

જો કે પૂ. બજરંગદાસ બાપાના જગવિખ્યાત તીર્થધામ બગદાણા ખાતે મંદિર તા.11 જૂને ખુલશે નહી તેમ ટ્રસ્ટીગણે જણાવ્યુ઼ હતુ. મંદિર ખોલવા અંગે નજીકના દિવસોમાં ટ્રસ્ટીઓની બેઠક યોજાશે અને ત્યાર બાદ મંદિર ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે તેમ મંદિર ટ્રસ્ટના જી.એમ. સુરુભા ગોહિલે જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...