ઠરાવ:સમગ્ર દેશમાં તમામ કક્ષાએ શિક્ષકોની વય નિવૃત્તિ મર્યાદા 65 વર્ષની કરો

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય શૈક્ષિક અધિવેશનમાં પસાર થયેલા ઠરાવ જો લાગુ થાય તો ગુજરાતમાં પાંચ લાખ શિક્ષકોને લાભ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું અધિવેશન યોજાઇ ગયું જેમાં તમામ કક્ષાના શિક્ષકોના અણઉકેલ પ્રશ્નોને લઇને ઠરાવ પસાર કરાયા હતા અને તેમાં ખાસ તો દેશભરમાં શિક્ષકોની રેગ્યુલર ભરતી કરવા, સાતમા પગાર પંચની ભલામણો તમામ શિક્ષકો માટે એક સમાન રીતે લાગુ કરવા, સંપૂર્ણ દેશમાં શિક્ષકોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની કરવા, 1 જાન્યુઆરી, 2004થી જૂની પેન્શન યોજના લાગુ કરવા, શિક્ષકો માટે પ્રશિક્ષણની વ્યવસ્થા સુદ્રઢ રીતે લાગુ કરવા, શિક્ષકો પાસેથી ફક્ત શિક્ષણનું જ કાર્ય લેવાય સહીતના ઠરાવો પસાર કરાયા હતા અને જો સરકાર આ ઠરાવો લાગુ કરે તો માત્ર ગુજરાતમાં જ 5 લાખ શિક્ષકોને ફાયદો થાય તેમ છે.

આ ત્રણ દિવસના અધિવેશનમાં સમગ્ર ભારતના 28 રાજ્યોના પ્રાથમિક માધ્યમિક વિભાગના તમામ સંવર્ગોના રાજ્યના 2000 બે હજાર જેટલા હોદ્દેદારોની ઉપસ્થિતમાં યોજાયું હતુ. બેંગ્લોર ખાતે આયોજિત આ રાષ્ટ્રીય અધિવેશનમાં થયેલ ઠરાવો અને રજુઆત અન્વયે સમગ્ર દેશમાં 15 લાખ જેટલા શૈક્ષણિક કર્મચારીઓ અને અન્ય કર્મચારીઓને ફાયદો થઈ શકે ઉપરાંત ગુજરાતના 5 લાખ શૈક્ષણિક અને અન્ય 2 લાખ જેટલા કર્મચારીઓને ફાયદો થઈ શકે. સમગ્ર દેશમાં જૂની પેંશન યોજનાની માંગણી બુલંદ બની છે. અંદાઝે 5 હજારથી વધારે ડેલીગેટ્સ ઉપસ્થિત રહીને એકી અવાજે આ ઠરાવ પસાર થયો.

અન્ય સમાચારો પણ છે...