તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલામતિનું અભ્યાહરણ:કાળિયારોને વરસાદના પાણીથી જીવનુંજોખમ, પાણીના નિકાલની વ્યવસ્થા ઠપ્પ

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેળાવદર અભ્યારણમાં 7500થી વધુ અને તેની બહાર 2200 જેટલા હરણો વસવાટ કરે છે
  • પાણીના નિકાલની વ્યવસ્થા ઠપ્પ થઈ ગઈ છે
  • જે હરણોની સુરક્ષા માટે સરકારે અભ્યારણ બનાવ્યું છે તે સ્થળની બહાર જ ખતરો

ભાવનગર અમદાવાદ વાળા શોર્ટ રૂટ પર વેગડ, માલેશ્રી અને કાળુભાર નદી અને ખાડી પર પુલ બનાવવામાં આવી રહ્યા છે. નારી થી અધેલાઈ સુધી બનાવાયેલ આ પુલની પહોળાઈ ઓછી અને ઊંચાઈ વધુ રાખવાનાં લીધે ભાવનગર નાં ઘણા બધા ગામોને અસર થવાની શક્યતાઓ છે. આ શક્યતાઓ માં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નો પણ સમાવેશ થાય છે. ભાલ વિસ્તાર માં આવેલા વેળાવદર અને આજુબાજુ ની જગ્યા માં દર ચોમાસે પાણી ભરાવવાનો પ્રશ્ન ઊભો થાય છે. જેના લીધે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ની બહાર નાં 2200 કાળિયાર પર જીવ નું જોખમ છે. ભાવનગર માં આવેલ બ્લેકબક નેશનલ પાર્ક કાળિયાર માટેનું એકમાત્ર કુદરતી વસાહટ સ્થાન છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન માં હાલમાં 7500 થી વધારે કાળિયાર વસવાટ કરે છે.

છેલ્લા ઘણા વર્ષોથી ભાલ પંથકમાં આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. મીઠાના અગર નાં પાળા નાં લીધે પાણી જમાં થઈ રહે છે. જો આ વખતે હાઇટાઇડ અને વધુ વરસાદ સાથે હોય તો પરિસ્થતિ કાબૂ બહાર જઈ શકે એમ છે. હાલમાં તો કુંભારવાડા માં પણ પાણી ભરાઈ જાય તેવી સ્થિતિ છે. મીઠા નાં અગર નો પ્રશ્ન તો ઊભો છે જ સાથોસાથ આ વિસ્તારમાં બ્રિજ અને અમુક ઇન્ડસ્ટ્રી નું પણ બાંધકામ થઈ રહ્યું છે જે ખૂબ ઘાતક સાબિત થશે. થોડા વર્ષો પહેલા આ તમામ જમીન ખાલી હતી માટે વરસાદી પાણી વહીને જતું રહેતું. અહીં પાણીનો ભરાવો કાળિયાર ની સાથેસાથે આસપાસના ગામડાઓમાં રહેતા લોકો પર પણ છે.

કાળિયાર પાણી ભરાઈ જવાના લીધે ઊંચી જગ્યાએ કે પાણી ની વચ્ચે કોઈ ટાપુ પર જતા રહે છે. આવી જગ્યાએ ખોરાક ન હોવા છતાં તેઓ 5 દિવસ થી લઈને અઠવાડિયું જીવિત રહી શકે છે. જો ચોમાસાની શરૂઆત માં જ બધે પાણી ભરાઈ જાય તો મૃત્યુ આંક ખૂબ વધી શકે છે. ફક્ત કાળિયાર નહિ પરંતુ જમીન ની અંદર દર બનાવીને રહેતા સરીસૃપ, વુલ્ફ અને શિયાળ જેવા પ્રાણીઓ પાણીના ભરાવા નાં લીધે મુસીબત માં છે. સાથોસાથ ઇન્ટર ટાઈડલ વિસ્તાર હોવાથી અને ખારપટ હોવાથી મીઠા નાં અગર ઘણા વધારે છે. પાણી ન જઈ શકવાના લીધે વન્ય જીવોની સાથે સાથે મનુષ્યોનાં પણ મૃત્યુ થયા છે.

આ પ્રશ્ન માટે એક સમિતિની રચના પણ થઈ હતી
બ્લેક બક નેશનલ પાર્કના ડિરેક્ટર એમ.એચ. ત્રિવેદીએ કહ્યું- ભાલ વિસ્તાર નાં ઘણા લોકોનો સંપર્ક કરીને પાણી ભરાઈ જાય તેવું બાંધકામ ન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. 2 વર્ષ પહેલાં સુધી આ પ્રશ્ન માટે એક સમિતિ ની રચના કરવામાં આવતી હતી જેની બેઠકો પણ થતી. દર સોમવારે આ પ્રશ્ન અંગે ચર્ચા અને મિટિંગ કરવામાં આવતી.પાણીથી બચવા માટે કાળિયાર પોતાનાથી બની શકે તે તમામ રસ્તાઓ અપનાવે છે. પરંતુ પાણી નાં લીધે ક્યાંય ફસાઈ ગયા પછી કૂતરાઓ તેમને ફાડી ખાતા હોય છે.

છેલ્લા વર્ષોમાં કાળિયારના મૃત્યુ

1976923 કાળિયારનાં મૃત્યુ
1982311 કાળિયારનાં મૃત્યુ
2007192 કાળિયારનાં મૃત્યુ
2020195 કાળિયારનાં મૃત્યુ
202121 કાળિયારનાં મૃત્યુ
અન્ય સમાચારો પણ છે...