વરસાદની આગાહી:તળાજાના પીથલપુર આસપાસ વરસાદી ઝાપટા વરસી ગયા

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 28 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
  • ભાવનગરમાં વાદળો છવાતા બપોરે તાપમાન 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટી ગયુ

ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી આજે કરવામાં આવી હતી ત્યારે આજે એક માત્ર તળાજા પંથકના પિથલપુરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા બાકી ક્યાંય વરસાદના વાવડ નથી. તળાજા તાલુકામાં ગોપનાથ નજીક આવેલ પીથલપુર અને આસપાસના વિસ્તારમાં આજે સવારના સમયે વરસાદી ઝાપટાં પડી જતા રસ્તાઓ ભીના થઇ ગયા હતા, લાંબા સમયના ઉકળાટ બાદ વાતાવરણમાં થોડો સમય ઠંડક પ્રસરી હતી, ખજાના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે અમી છાંટણા થયાના અહેવાલો છે.

ભાવનગર શહેરમાં આજે બપોરના સમયે વાદળો છવાયા હતા આથી ગઇ કાલે શહેરમાં મહત્તમ તાપમાન 38.2 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે એક જ દિવસમાં 3 ડિગ્રી ઘટીને આજે બપોરે 35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન 27.8 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં ગઇ કાલે સાંજે હવામાં ભેજનું પ્રમાણ 47 ટકા હતુ તે આજે થોડુ વધીને 55 ટકા થયું હતુ. તો પવનની ઝડપ ગઇ કાલે સાંજે 32 કિલોમીટર હતી તે આજે ઘટીને 28 કિલોમીટર નોંધાઇ હતી. આમ, શહેરમાં આજે બપોરના સમયે થોડો સમય મેઘાડંબર છવાયું હતુ પણ વરસાદ વરસ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...