તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:શહેરના કેટલાક વિસ્તારો અને તળાજા ગ્રામ્યમાં વરસાદી ઝાપટા

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહત્તમ તાપમાનમાં 1.4 ડિગ્રીનો થયો ઘટાડો

શહેરમાં આજે બપોરે વરસાદી માહોલ જામતા મહત્તમ તાપમાન ઘટીને 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા. ભાવનગર શહેરમાં આજે બપોરે કાળા વાદળો ચડી આવ્યાં હતા અને બપોરના સમયે 10-15 મિનિટ માટે શહેરના ભરતનગર, શહેર ફરતી સડક, ગાયત્રીનગર, કાળીયાબીડ સહિતના વિસ્તારોમાં એકાદ બે ઝાપટા વરસી ગયા હતા. જ્યારે પશ્ચિમના વિસ્તારો કોરા રહ્યાં હતા. દરમિયાનમાં આજે શહેરનું મહત્તમ તાપમાન 1.4 ડિગ્રી ઘટીને આજે 34.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ.

તળાજાના ફુલસર પાવઠી આસપાસના વિસ્તારમાં આજે બપોરે જોરદાર વરસાદ પડી જતા વાડી ખેતર માંથી પાણી નીકળી ગયા હતા નદી-નાળા પણ વહેવા લાગ્યા હતા , આ ઉપરાંત શેળાવદર અને પાદરી આસપાસ પણ સારા વરસાદના વાવડ છે. આજનો વરસાદ વાવણી જોગ રહેતા, ખેડૂતોએ કપાસ, મગફળી, બાજરી સહિત ખરીફ વાવેતર તૈયારી શરૂ કરી દીધી છે.

આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ 11મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે, જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...