તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ગુજરાતમાં આ શનિવાર પછી વરસાદ જામવાની આગાહી

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 35.2 ડિગ્રી થયું
  • હવામાં ભેજને લીધે બપોરે બફારો વધ્યો

ભાવનગર શહેર અને જિલ્લામાં પાંચેક દિવસથી મેઘરાજા ગાયબ થઇ ગયા છે. ત્યારે વાવેતર કરી દીધુ હોય તેવા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે. આ સંજોગોમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે તા.10 જુલાઇને શનિવારથી ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. હાલમાં વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની ગેરહાજરીથી ગરમીનું પ્રમાણ વધ્યું છે. પરંતુ, જુલાઇ મહિનાના બીજા અઠવાડિયાથી રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થશે. 10થી 23 જુલાઈ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સારા વરસાદની વકી છે.

મોન્સૂન બ્રેકને કારણે ભાવનગરમાં પણ વરસાદ ખેંચાયો છે. આજે ભાવનગરમાં મહત્તમ તાપમાન ઘટીને 35.21 ડિગ્રી સને્ટીગ્રેડ થઇ ગયું હતુ જે ગઇ કાલે 36.5 ડિગ્રી નોંધાયું હતુ. તો ગઇ કાલે પવનની ઝડપ 32 કિલોમીટર હતી તે આજે 10 કિલોમીટર ઘટીને 22 કિલોમીટર થઇ ગઇ હતી.હવામાં ભેજને કારણે લોકો છેલ્લા એક સપ્તાહથી અસહ્ય બફારો અનુભવી રહ્યા છે. આજે હવામાં ભેજનું પ્રમાણ 59 ટકા નોંધાયું હતુ. વરસાદ ખેંચી લાવે તેવી સિસ્ટમ જુલાઈના પહેલા અઠવાડિયામાં પશ્ચિમ ભારતીય મહાસાગર અને અરબ સાગરમાં પ્રવેશવાની સંભાવના છે, ત્યારબાદ જુલાઇના બીજા અઠવાડિયામાં આગળ વધીને પૂર્વ ભારતીય મહાસાગર અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી શકે છે. તેમજ અન્ય પરિબળો પણ અનુકૂળ બનશે, જેને લીધે લો-પ્રેશર રચાવાની સંભાવના બની શકે છે. ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણતામાન આજે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

બપોરે તાપમાનમાં ઘટાડો

તારીખમહત્તમ તાપમાન
5 જુલાઇ35.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
4 જુલાઇ36.5 ડિગ્રી સેન્ટીગ્રેડ
3 જુલાઇ37.1 ડિગ્રી સેન્ટીગ્રેડ
2 જુલાઇ37.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
અન્ય સમાચારો પણ છે...