તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન બંધ:રેલવેએ કોરોનાનો અણોજો જાળવ્યો હજુ બાંદ્રા ટ્રેન દૈનિક કરાઇ રહી નથી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન યાત્રાળુઓ માટે અતિ મહત્વની ગણાતી બાંદ્રા ટ્રેન માટે દુર્લક્ષ

માર્ચ-2020થી ભારતમાં કોરોના વકર્યો હતો અને તેના પગલે ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો અને ભાવનગરની ટ્રેનો પણ બંધ કરવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે કોરોનાની ગતિ ધીમી પડી છે, નગણ્ય સંખ્યામાં કેસ આવે છે ત્યારે ભાવનગર-બાંદ્રા ટ્રેન પુન: દૈનિક ધોરણે ચલાવવી અતિ આવશ્યક છે.

જૈનોનુ પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં આવેલું છે અને સમગ્ર મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં જૈન યાત્રાળુઓ પાલિતાણા દૈનિક ધોરણે આવે છે અને પરત જાય છે. હાલ ભાવનગર-મુંબઇ વચ્ચે હવાઇ સેવા ઉપલબ્ધ છે પરંતુ તેમાં મર્યાદિત સંખ્યામાં મુસાફરો આવન-જાવન કરી શકતા હોવાથી યાત્રાળુઓને અનુકુળ આવતુ નથી.

બીજી તરફ એકાદ માસ પછી ચાર્તુમાસ બેસી જતો હોવાથી અને પાલિતાણામાં યાત્રા માટે તાજેતરમાંજ પુન: વ્યવસ્થાઓ ખોલવામાં આવી હોવાથી યાત્રિકોનો ખુબજ ધસારો રહે છે. પરંતુ ભાવનગર-બાંદ્રા ટ્રેન સપ્તાહમાં માત્ર 3 દિવસ જ ચાલી રહી હોવાથી યાત્રાળુઓએ વડોદરા, અમદાવાદ જેવા સ્ટેશનોએથી પોતાના ગંતવ્ય સ્થળ સુધીની પરિવહન વ્યવસ્થાઓ ગોઠવવી પડે છે, જેમાં ખૂબ જ અગવડતાઓનો સામનો કરવો પડે છે. કલાકો પણ વધુ લાગે છે.

ભાવનગર-બાંદ્રા ટ્રેન ઉપરાંત ભાવનગરથી પાલિતાણાની લોકલ ટ્રેન પણ પૂર્વવત કરવાની અતિ આવશ્યક્તા છે. માત્રા યાત્રાળુઓ જ નહીં પાલિતાણાની લોકલ ટ્રેન શરૂ કરવામાં આવે તો અનેક ગામડાના લોકોને પણ ભાવનગર સુધીની પરિવહન વ્યવસ્થા સામાન્ય બની શકે તેમ છે.

ભાવનગર-ઓખા, ઉધમપુર, કોચૂવેલી જેવી ટ્રેનો પણ પૂર્વવત કરવી હવે જરૂરી છે જેના વડે યાત્રિકોને સવલત ઉપલબ્ધ કરાવી શકાય અને ફક્ત સડક માર્ગ પરિવહનના ભારણને ઘટાડી શકાય. ભાવનગરની રેલ સેવાઓ પૂર્વવત થાય તેના માટે અગ્રણીઓ અને રેલ અધિકારીઓ દ્વારા પ્રમાણિક પ્રયાસો કરવા આવશ્યક છે.

બાંદ્રા દૈનિક કરવા માટે રજૂઆત કરી છે
કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, અને હવે પરિવહન વ્યવસ્થાઓ પૂર્વવત કરવા માટે સંબંધિત મંત્રાલય સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. માત્ર ભાવનગર-બાંદ્રા ટ્રેન જ નહીં, તમામ ટ્રેનો નિયમોને આધિન શરૂ કરવા માટે અમારા દ્વારા રજૂઆતો કરવામાં આવેલી છે. > ડૉ.ભારતીબેન શિયાળ, સાંસદ-ભાવનગર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભાજપ

અન્ય સમાચારો પણ છે...