ચેકિંગની આવક:રેલવેએ વિના ટિકિટના મુસાફરો પાસેથી 86 લાખનો દંડ વસૂલ્યો, 11912 મુસાફરો પાસેથી દંડની વસૂલી

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

રેલવે ટ્રેનમાં નિયમો વિરૂદ્ધ કે વગર ટિકિટે મુસાફરી કરતા લોકો સામે ઝડપી લઇને દંડ કરવામાં આવે છે અને ભાવનગર ડીવીઝનમાં સમગ્ર માસ દરમિયાન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ ચકાસણીની આવકમાં સતત નવા આયામો સ્થાપિત થઈ રહ્યા છે. એપ્રિલ, 2022ના મહિનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવતા, ડિવિઝનએ બિન-ટિકિટ કે અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 11912 મુસાફરો પાસેથી રૂ. 86,54,285 એકત્ર કર્યા છે, જે એક મહિનામાં ટિકિટ ચેકિંગની આવકના સંદર્ભમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

આ અગાઉ, માર્ચ, 2022માં ભાવનગર ડિવિઝન દ્વારા 9462 મુસાફરો પાસેથી રૂ. 61.39 લાખ વસૂલવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર નીલાદેવી ઝાલાની દેખરેખ હેઠળ ડિવિઝનના તમામ મુખ્ય ટિકિટ નિરીક્ષકો અને અન્ય ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા સઘન ટિકિટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે મંડળે આ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ડિવિઝનલ રેલવે મેનેજર, ભાવનગર ડિવિઝન, મનોજ ગોયલે ટિકિટ ચેકિંગ સાથે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની તેમની રેકોર્ડ બ્રેકિંગ કામગીરી બદલ બિરદાવ્યા હતા. તમામ રેલવે મુસાફરોને અપીલ કરી છે કે યોગ્ય ટિકિટ ખરીદીને મુસાફરી કરવી.

અન્ય સમાચારો પણ છે...