તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યાનો ઉકેલ:રેલવેએ રોડ ડાઈવર્ઝન માટે જમીન ફાળવી, દરરોજ આવા-ગમન કરતાં 50 હજારથી વધુ વાહન ચાલકોને હંગામી ધોરણે રાહત મળશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ ચલાવ ધોરણે જમીનની માંગણી બીએમસી દ્વારા કરાઈ હતી
  • સાંસદ અને ધારાસભ્ય જીતુ વાઘાણીએ રેલવે મંત્રીને અનેક રજૂઆતો કરી હતી

ભાવનગર શહેરમાં પ્રથમ ફલાઈઓવર બ્રિજ તથા સિક્સલેન રોડ નવ નિર્માણને લઈને હયાત રોડ સાંકડો થઈ જતાં રોડ ડાયવર્ઝન માટે રેલ્વે માલિકીની જમીન પર કામ ચલાવ ધોરણે જમીનની માંગણી બીએમસી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ જમીન આપવાનો ઘસીને નનૈયો ભણી દેતાં સાંસદે આ મુદ્દે હસ્તાક્ષેપ કર્યો હતો પરંતુ તેને પણ મંક ન આપતાં સમગ્ર મુદ્દો કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયેલ સુધી પહોંચ્યો હતો. પરંતુ જમીન આપવા મુદ્દે એક હરફ ઉચ્ચાર્યો ન હતો. અંતે ભાવનગર પશ્ચિમ ક્ષેત્રના ધારાસભ્ય જીતુ વાઘાણી એ વિવાદનો "દડો" હાથમાં લઈ રેલ મંત્રી સાથે પત્ર તથા ટેલીફોનીક વાતચીત બાદ હંગામી ધોરણે જમીન ફાળવવા હા ભણતાં વિવાદનો અંત આવ્યો છે.

શહેરના શાસ્ત્રીનગરથી ચિત્રા સુધીના છ કિલોમીટરના અંતરના નવ નિર્મિત ફલાઈઓવર બ્રિજ તથા સિક્સલેન રોડને લઈને છેલ્લા ઘણા સમયથી દેસાઈનગરથી ગઢેચી વડલા સુધીના રોડપર અત્યંત જટિલ ટ્રાફિક સમસ્યાઓનું સર્જન થયું હતું. રેલ્વે ડાયવર્ઝન માટે જમીન આપતુ ન હોય દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા ઘેરી બનતા મેયરથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધીના રાજનેતાઓએ રેલ મંત્રીને રજૂઆતો કરી હતી. આખરે તત્કાળ જમીન માટે હા ભણી દેતાં વિવાદનો અંત આવ્યો છે,

રેલ્વે વિભાગે બોરતળાવથી દેસાઈનગર સુધીનાં રોડપર બંને સાઈડ સાત-સાત મીટર જમીન હંગામી ધોરણે ફાળવવા સંમતિ આપી છે અને આજરોજ ધારાસભ્ય જીતુ વાઘાણી મેયર કિર્તિબેન દાણીધારીયા તથા મહાનગરપાલિકાના અધિકારીઓની ઉપસ્થિતીમાં રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જે કંઈ રાજકીય દાવપેચ હોય તે પરંતુ આ રોડ ખુલ્લો થતાં દરરોજ પસાર થતાં 50 હજારથી વધુ વાહન ચાલકોને ટ્રાફિક જામની પરિસ્થિતિ માથી મહદઅંશે રાહત ચોક્કસ મળશે તે સાબિત થશે....!

અન્ય સમાચારો પણ છે...