રજૂઆત:રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ વિસ્તરણ માટે રજૂઆત કરાઇ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિરણ ગાંધીની ક્ષેત્રિય સલાહકાર સમિતિ માટે પસંદગી
  • રેલવેની સલાહકાર સમિતિની બેઠકમાં ભરત કોટિલા સહિતના સભ્યોએ વિવિધ પ્રશ્નોની કરી રજૂઆત

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન પર મંડળ ઉપભોક્તા સલાહકાર સમિતિ (DRUCC) ની બેઠક યોજાઇ ગઇ જેમાં મંડળ રેલવે મેનેજર મનોજ ગોયલે મંડલની સિદ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે માહિતી આપી. વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે સ્વાગત કર્યું. ઉપસ્થિત સભ્યોમાંથી કિરણ ગાંધીને ક્ષેત્રિય ઉપભોક્તા સલાહકાર સમિતિ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, સમિતિના સભ્યોએ રેલવે સમસ્યાઓ, ટ્રેનોના સ્ટોપેજ, વિસ્તરણ, નવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા અને ડિવિઝનના સ્ટેશનો પર વધુ સારી પેસેન્જર સુવિધાઓ આપવા માટે તેમના સૂચનો આપ્યા.

ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી અને રેલવેની આવક વધારવા માટે તેમના સલાહ આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં સભ્ય ભરતભાઇ કોટીલાએ રેલવેમાં મુસાફરી ટિકિટના ભાવમાં જે વધારો કરાયો છે તેમાં તત્કાલ યોગ્ય નિર્ણય કરવા રજૂઆત કરી હતી. આ સભામાં કિશોરભાઇ ભટ્ટ, શિલ્પાબેન દવે, ભરતભાઈ વડોદરિયા, રાજેન્દ્ર પારેખ, પ્રકાશભાઈ બોસમીયા, ધીરુભાઈ ધંધુકીયા, મહેન્દ્ર શાહ , યશપાલસિંહ ગોહિલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...