ટ્રેન વ્યવહારને અસર:ભાવનગર ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામના કારણે 16 જાન્યુઆરી સુધી રેલ ટ્રાફિકને અસર પહોંચશે, જાણો કઈ-કઈ ટ્રેનોને અસર થશે?

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા વાગડીયા-થાન-લાખામાંચી-દલડીમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે 4 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. તેમ ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદએ જણાવ્યું હતું,

અસરગ્રસ્ત ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો -

• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને 04.01.2023 થી 14.01.2023 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-વેરાવળ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસને 05.01.2023 થી 15.01.2023 સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન વેરાવળ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

માર્ગમાં મોડી થનાર ટ્રેનો -

04.01.2023થી 16.01.2023 ના સમયગાળા દરમિયાન દિવસ મુજબ માર્ગમાં રેગુલેટ (મોડી) થનાર ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

• બુધવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 22908 હાપા-મડગાંવ એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

• ગુરુવાર: ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) થશે.

• શુક્રવાર: ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ માર્ગમાં 1 કલાક 45 મિનિટ રેગ્યુલેટ (લેટ) થશે. ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19578 જામનગર- તિરુનાલવેલી એક્સપ્રેસ માર્ગમાં 20 મિનિટ રેગ્યુલેટ (મોડી) રહેશે.

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ મુસાફરોને અસુવિધા ન થાય.

અન્ય સમાચારો પણ છે...