તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:સ્ટેટ મોનિટરીંગ સેલની રેઇડ, ચિત્રાની દૂકાનમાંથી દારૂ જબ્બે, શહેરની બોરતળાવ પોલીસ ઉંઘતી ઝડપાઈ

ભાવનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દારૂની બોટલ નંગ-121-દેશી દારૂના પાઉચ, સહિત1,92,000ની મતા સાથે 3ની ધરપકડ

ભાવનગર શહેરના ગઢેચી વડલા ખાતે આવેલ બોરતળાવ પોલીસને ઉઘતી રાખી ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શહેરના ચિત્રા જીઆઇડીસીમા આવેલી એક પાનની દુકાનમા રેઇડ કરી ઇંગ્લીશ તથા દેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સોએ અન્ય ત્રણ શખ્સોની પણ સંડોવણી હોવાનુ જણાવતા સેલે છ શખ્સો વિરુધ્ધ ડી.ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર ખાતે આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ શૈલેષકુમાર જસુજી એ શહેરના ડી.ડીવીઝન પોલીસ મથકમાં આરોપીઓ દીગ્વીજયસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ (રહે. વરતેજ),સંજયસિંહ ઉર્ફે ભાણુભા સહદેવસિંહ સરવૈયા (રહે.સોમનાથનગર), ભરત ભુપતભાઇ માધર (રહે.સોમનાથનગર), કીશોર ઉર્ફે બાબુલાલ વાલજીભાઇ મકવાણા (રહે.હાદાનગર), વિજય ઉર્ફે મયંક રાજુભાઇ મકવાણા (રહે. મસ્તરામ મંદિર પાછળ) તથા અનિરૂધ્ધસિંહ ઉર્ફે અનીલ ગણપતસિંહ ગોહિલ (રહે. નીર્ભય સોસાયટી) વાળાઓ મળી ઇંગ્લીશ તથા દેશી દારૂનું વેચાણ હેરાફેરી કરતા હોવાની ચોકકસ બાતમી મળી હતી.

જેના આધારે શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સિધ્ધપુરા ઇન્સ્ટ્રીઝની દિવાલ પાસે આવેલ રાજ ખોડીયાર પાન સેન્ટર નામની દુકાનમાં રેઇડ કરતા થેલા સાથે અનિરુધ્ધસિંહ ઉર્ફે અનીલ ગણપતસિંહ ગોહિલ મળી આવેલ તેમણે જણાવેલ કે ભરત માધર તથા સંજયસિંહ પોતાના શેઠ છે.તેમના થેલા તપાસતા તેમાંથી ઇંગલીશ દારૂ બોટલ નંગ-121 તથા દેશી દારૂનો જથ્થો-પાઉચ તેમજ દારૂની હેરફેરના ઉપયોગમા લેવાતુ સ્કુટર-1 તેમજ મબાઇલ ફોન મળી કુલ રૂ.192238ના મુદામાલ સાથે આરોપીઓ અનિરુધ્ધસિંહ, કિશોર તથા વિજયની મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

જયારે આરોપીઓની પુછતાછમા દિગ્વીજયસિંહ, સંજયસિંહ તથા ભરતના પણ નામો ખુલ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલે છ શખ્સો વિરુધ્ધ ડી.ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી અન્ય ત્રણ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો