ભાવનગર કૉંગ્રેસ વિરોધમાં જોડાશે:સોમવારે રાહુલ ગાંધી ED સમક્ષ હાજર રહેશે, દેશભરની ED કચેરી પર કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવશે

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ દ્વારા ષડયંત્રના ભાગરૂપે સરકારી એજન્સીઓને દુરુપયોગ કરવામાં આવે છે- મનહર પટેલ

રાહુલ ગાંધી સોમવારે EDની કચેરીમાં જ્યારે હાજર થશે ત્યારે EDની પૂછપરછ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી દેશની તમામ ED કચેરી બહાર કોંગ્રેસના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ કરશે. ભાવનગર કૉંગ્રેસના આગેવાનો પણ વિરોધ પ્રદર્શન માટે અમદાવાદ ED કચેરી પર પહોંચશે.

રાહુલ ગાંધી સોમવારે ઈડી સમક્ષ હાજર રહેશે
રાહુલગાંધી ને આપવામાં આવેલ સમન્સના અનુસંધાને આવતીકાલ 13 /6/2022 ના રોજ ચોક્કસ ઇ.ડી સમક્ષ હાજર રહેશે અને તે સાથે સમગ્ર ભારતમાં કોંગ્રેસના કાર્યકરો દરેક જગ્યાએ ઇ.ડી ની કચેરી ખાતે હાજર રહેશે. જ્યા સુધી રાહુલ ગાંધી કચેરી ખાતે હાજર રહેશે ત્યાં સુધી દરેક કાર્યકર્તા કચેરી બહાર હાજર રહેશે.

દેશભરની ED ઓફિસ પર કૉંગ્રેસ વિરોધ કરશે
તાજેતરમાં જ ઇડી દ્વારા રાહુલ ગાંધીને ઇડી દ્વારા હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે, જેને લઈને આજે કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનહર પટેલે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, તેમણે જણાવ્યું હતું કે 13 તારીખે રાહુલ ગાંધી ઇડીની ઓફિસે હાજર થશે તેની સાથે સમગ્ર દેશમાં કોંગ્રેસના આગેવાનો દેશમાં તમામ ઇડીની જશે અને જ્યાં સુધી રાહુલ ગાંધી પરત નહી આવે ત્યાં સુધી સમગ્ર દેશમાં કાર્યકર્તાઓ ત્યાં જ રહેશે.

ભાજપ સરકારી એજન્સીનો દુરુપયોગ કરી રહી છે- મનહર પટેલ
આજે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનહરભાઈ પટેલે પ્રેસ મીડિયાને સંબોધન કરતા જણાવેલ કે રાહુલ ગાંધીને ભાજપના ઈશારે કોંગ્રેસ પાર્ટીનું મનોબળ તોડવાના ઇ.ડી.દ્વારા સમન્સ પાઠવવામાં આવેલ છે, નેશનલ હેરાલ્ડ કેસમાં કોઈપણ જાતનો નાણાકીય વ્યવહાર થયેલ નથી અને કંપની ખોટમાં ચાલે છે તેમ છતાં ઇ.ડી દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...