તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLની બાકી બચેલી મેચો:રાહુલ દ્રવિડનું માર્ગદર્શન મારા માટે ખૂબ જ ઉપયોગી થઇ શકે : સાકરીયા

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુબઇમાં રમાનાર IPLની બાકી બચેલી મેચો માટે તૈયારીઓ
  • બોલિંગની ધાર તેજ કરવા સક્રિય : શ્રીલંકા પ્રવાસમાં શીખવા મળ્યુ

ભાવનગરનું ગૌરવ સમાન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ચેતન સાકરીયા દુબઇ ખાતે રમાનાર આઇપીએલની બાકી બચેલી મેચો માટેની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. તેઓના મતે શ્રીલંકા ક્રિકેટ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમ વતી રમવા મળ્યુ તે મારા માટે યાદગાર ક્ષણ હતી. કોઇપણ ક્રિકેટરનું સ્વપ્ન પોતાના દેશ વતી રમવાનું હોય છે.

શ્રીલંકા પ્રવાસ દરમિયાન ટીમને કોચિંગ આપી રહેલા રાહુલ દ્રવિડ ચેતન સાકરીયાની બોલિંગ સ્કીલથી પ્રભાવિત થયા હતા, અને તેઓએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યુ હતુ. દ્રવિડે એક ઇન્ટરવ્યૂમાં ચેતનના ઉજ્જવળ ભવિષ્ય અંગે ઉચ્ચાર કર્યો હતો. ચેતન સાકરીયાએ જણાવ્યુ હતુકે, વર્ષ-2021 તેના માટે મિશ્ર ઇમોશન્સ લઇને આવ્યુ છે, અનેક ચડાવ-ઉતાર આ વર્ષ દરમિયાન તેઓએ અનુભવ્યા છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન સીનિયર ઇન્ટરનેશનલ ક્રિકેટરો સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની સાથે અનેક સારી બાબતો પણ શીખવા મળી હતી અને ભૂવનેશ્વરભાઇ જેવા અનુભવી પાસેથી બોલિંગની ધાર તેજ કરવા માટેની જરૂરી માર્ગદર્શન પણ મળ્યુ હતુ.

દુબઇ ખાતે રમાનાર આઇપીએલની બાકી બચેલી મેચો માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ચેતન સાકરીયાએ ચાલુ આઇપીએલમાં નોંધપાત્ર દેખાવ કર્યો છે, અને તેના આ દેખાવને ધ્યાનમાં રાખીને જ શ્રીલંકા પ્રવાસ માટેની ભારતીય ક્રિકેટ ટીમમાં તેઓને સ્થાન આપવામાં આવ્યુ હતુ. ચેતનના મતે ભાવનગરનું ક્રિકેટ ભવિષ્ય અતિ ઉજ્જવળ છે, અહીં અનેક પ્રતિભાશાળી ક્રિકેટરો છે, જ્યારે જ્યાં તક મળશે ત્યારે તેઓ પોતાની જાતને સાબિત કરવા માટે સક્ષમ છે. અશોક પટેલ બાદ ચેતન સાકરીયા બીજા ક્રિકેટર છે જેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડીયા વતી રમ્યા છે.

અન્ય સમાચારો પણ છે...