તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સીસીટીવી કેદ:ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠીયા ખિસ્સામાંથી મોબાઈલ લઈ રફુચક્કર

ભાવનગર22 દિવસ પહેલા
  • સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

ભાવનગર શહેરની મેઈન બજારમાં આવેલ તેલના ધાણાની દુકાનમાંથી બે ગઠિયો ખિસ્સામાંથી મોબાઈલ સેરવતા સીસીટીવીમાં કેદ થયા હતા.

શહેરના અમીપરા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સાદિકઅલી મહંમદ અલી તેલના ધાણા પાસે તે જ વિસ્તારમમાં રહેતા રફીકભાઈ દાસાડીયાએ રવિવારના રોજ તેલ લેવા ગયા હતા અને બે ગઠિયાઓ તેના ખિસ્સામાંથી મોબાઈલ લઈ રફ્યુ ચકર થઈ ગયા હતા.

સમગ્ર બાબતની જાણ રફીકભાઈ જયારે તેના ઘરે પોહચ્યા ત્યારે તેને ફોન કરવા ખિસ્સામાં હાથ નાખ્યો તો ફોન ન હતો તરત જ તે તેલની દુકાને ગયા અને ત્યાં સાદિકભાઈ ને વાત કરી તો તેણે તરત જ સીસીટીવી ચેક કરતા જોયું તો એક સગીર બાળક અને એક યુવાન બે જણાએ તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ સેરવી લઈ તરત જ રફુચક્કર થઈ ગયા હતા.

દુકાનના મલિક સાદિકભાઈ ને પૂછતાં જણાવ્યું હતું કે રફીકભાઈ આ જ વિસ્તારમાં રહે છે અને અમારી દુકાને અવારનવાર તેલ લેવા આવે છે, અને જ્યારે તે બીજી વખત પાછા આવ્યા ત્યારે તેને જણાવ્યું કે મારો મોબાઈલ ખિસ્સામાં હતો અને પછી મે તરત જ સીસીટીવી ચેક કરતા એક સગીર બાળક અને યુવાન તેની બાજુમાં ઉભા હતા અને મને ગ્રાહક બનીને ભાવો પૂછતાં હતા, ભાવ પૂછતાં પૂછતાં તેની પાસે રહેલી થેલીની અંદર હાથ નાખીને રફીકભાઈના ઉપલા ખિસ્સા માંથી મોબાઈલ લઈ રફુચક્કર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...