તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:રેફડાના સરપંચે આપી સભ્યને જાનથી મારી નાખવાની ધમકી

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રેફડા ગામે રહેતા ગ્રામ્ય પંચાયત સભ્ય સરપંચ દ્વારા ચાલતા સ્મશાનનુ કામકાજ જોવા જતા અને તે બરાબર થતુ ન હોય તે અંગે મહિલા સરપંચને જણાવતા દંપતિએ તેઓને ગાળો આપી ફરી અહિ આવશેતો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રેફડા ગામના ગ્રામ પંચાયતના સભ્ય મંગાભાઇ આલભાઇ મકવાણાએ રેફડા ગામના સરપંચ જશુબેન મુકેશભાઇ ઘુડાભાઇ વોડોદરા તથા તેમના પતિ મુકેશ ઘુડાભાઇ વાડોદરા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમા જણાવાયું છે કે ગામમા સમાજના સ્મશાનનુ કામકાજ ચાલતું હોય જે તેઓ જોવા જતા આ અંગે સરપંચને કહેતા તેઓને આ વાત ન ગમતા સરપંચ જશુબેનના પતિ મુકેશ વાડોદરાએ ગાળો આપેલ તેમજ સરપંચ જશુબેને તેમને ફરી અહિં આવ્યા તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...