ધાર્મિક:ભક્તિ, વૈભવ અને સમૃદ્ધિ વધારવાનો મહિનો છે પુરુષોત્તમ માસ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જે કંઇ પણ કરો તે ભગવાન કૃષ્ણને સમર્પિત કરી લો
  • અધિક માસ આજથી, એક મહિના સુધી માંગલિક કાર્ય વર્જિત પણ ખરીદી અને મોટા સોદા કરી શકાશે

શુક્રવારથી અધિક માસ શરૂ થઇ રહ્યો છે. લક્ષ્મી અને શક્તિના દિવસથી શરૂ થઇ રહેલો આ મહિનો સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની આરાધના થાય છે. ગ્રંથો કહે છે કે પુરુષોત્તમ માસમાં જે કંઇ પણ કરો તે ભગવાન કૃષ્ણને સમર્પિત કરીને કરો. જાપ, પૂજન, વ્રત, દાનથી માંડીને કોઇ વસ્તુ ખરીદવા સુધી તમે બધું જ કૃષ્ણને સમર્પિત કરો તો તેનાથી તમારા વૈભવમાં વૃદ્ધિ થાય છે.

શાસ્ત્રોમાં માત્ર માંગલિક કાર્યો માટે અધિક માસને વર્જિત માનવામાં આવ્યો છે. તે સિવાય કોઇ કામ માટે નિષેધ નથી. વેપારમાં કોઇ મોટો સોદો કરવો હોય તો કરી શકાય. કંઇ ખરીદવું હોય તો પણ ખરીદી શકો છો. એસ્ટ્રો એડવાઇઝર શ્યામ એસ. ઠાકુરના જણાવ્યા મુજબ, જો તમે અધિક માસમાં તમારી રાશિ પ્રમાણે કંઇ ખરીદવા ઇચ્છતા હો તો પણ ખરીદી શકો છો. તેમાં કોઇ જ વાંધો નથી. અધિક માસમાં નવી વસ્તુ ન ખરીદવી જોઇએ તે એક ભ્રમ છે.

  • કઇ રાશિના લોકો શું ખરીદી શકે છે?

મેષ અને વૃશ્ચિક : સંપત્તિમાં રોકાણ, ઓજાર, મશીનરી, વાહન વગેરે.
વૃષભ અને તુલા : વૈભવ વધારતી વસ્તુઓ, રત્ન, નવા કપડાં, જ્વેલરી વગેરે.
મિથુન અને કન્યા : કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઇલ ગણિત સંબંધી વસ્તુઓ.
કર્ક : નવા કપડાં, ચાંદીની જ્વેલરી, વાસણ, આરઓ વગેરે.
સિંહ : આધ્યાત્મિક સામગ્રી, જરૂરિયાતની વસ્તુઓ, વાહન, મશીનરી.
ધન અને મીન : સોનાની જ્વેલરી, કપડાં, અભ્યાસની સામગ્રી.
મકર અને કુંભ : લોખંડની વસ્તુઓ, મશીનરી, ઓજાર, શ્રમ ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુઓ.

પુરુષોત્તમ માસ ધન, સંતાનસુખ સહિત તમામ વૈભવ આપે છે
અધિક માસ તે શ્રેષ્ઠ સમયમાં ગણાય છે કે જ્યારે આપણે ભગવાનની નજીક જવાના પ્રયાસોમાં ઝડપ લાવી શકીએ છીએ, સ્વાધ્યાય અને સ્વભાવગત પરિવર્તનોથી પોતાને પરમશક્તિની નજીક લઇ જઇ શકીએ છીએ. પુરાણ કહે છે.

યેનાહમર્ચિતો ભક્ત્યા માસેસ્મિન્ પુરુષોત્તમે।
ધનપુત્રસુખં ભુકત્વા પશ્ચાદ્ ગોલોકવાસભાક્।।

અર્થાત- પુરુષોત્તમ માસમાં નિયમથી રહીને ભગવાનની વિધિપૂર્વક પૂજા કરવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને ભક્તિપૂર્વક તેમની પૂજા કરનાર અહીં ધન, પુત્ર આદિના સુખ ભોગવીને મૃત્યુ બાદ ભગવાનના દિવ્ય ગોલોકમાં નિવાસ કરે છે.

શુક્રવાર અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રથી શરૂઆત
અધિક માસની શરૂઆત શુક્રવારથી થઇ રહી છે, જે દેવી લક્ષ્મીનો દિવસ છે. તે સમયે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર રહેશે. જ્યોતિષમાં ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ઘણું તીવ્ર ફળ આપનારું મનાય છે. આ નક્ષત્રમાં મહિનાની શરૂઆત શુભ અને શીઘ્ર ફળ આપનારી રહેશે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સન્માન અને સમૃદ્ધિમાં પણ ઝડપથી વૃદ્ધિ કરે છે પણ જો કંઇ ખોટું કામ કરો તો તેનું ખરાબ ફળ પણ તેટલી જ ઝડપથી મળે છે. અધિક માસમાં કરાતા વૈભવ સંબંધી કાર્ય બહુ ઝડપથી પરિણામ આપશે.

અન્ય સમાચારો પણ છે...