આયોજન:ધર્મયજ્ઞ સાથે આરોગ્ય સેવા યજ્ઞનો હેતુ : લક્ષચંડી યજ્ઞમાં ફ્રીમાં કૃત્રિમ પગ-કેલીપર્સનુ વિતરણ કરાશે

ભાવનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક

લક્ષચંડી ભવ્ય મહાયજ્ઞનાં અવસરે વિના મુલ્યે કુત્રિમ પગ અને પગના કેલીપર્સનું વિતરણ તા:12/12થી તા: 20/12 સુધી શ્રી ગોપનાથ મહાદેવ,પૂજ્ય સીતારામ બાપુ ગાદીપતિ, ગોપાનાથ મહાદેવના યજમાનપદે ,શિવકુંજ માનસ પરિવાર. દ્વારા જે. પી. રોડ, બાયપાસ રાજુલા રોડ,ભાવનગર ખાતે કરાશે.

ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ દિવ્યાંગોને વિનામૂલ્યે કૃત્રિમ અંગો, કેલિપર્સ વગેરે ફીટ કરવાની બાબતમાં વિશ્વની સૌથી મોટી સંસ્થા છે. આ સંસ્થાનો હેતુ શારીરિક રીતે વિકલાંગ લોકોનું શારીરિક, સામાજિક અને આર્થિક પુનર્વસન કરવાનો છે. સમગ્ર ભારત અને વિશ્વના અન્ય દેશોમાં આ સંસ્થાના કેન્દ્રો છે, જયપુર ફૂટ ન્યુયોર્કના પ્રેમ ભંડારી અને ખજાનચી યતિન દોશીના પ્રયાસોથી શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અને શિવકુંજ આશ્રમ અધેવાડાના સંયુક્ત પ્રયાસો દ્વારા લક્ષચંડી યજ્ઞના અવસરે, પૂજ્ય ગુરુજીની પાવન પ્રેરણાથી 150 દિવ્યાંગોને વિનામૂલ્યે જયપુર ફૂટ આપવા માટે દિવ્યાંગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જરૂરિયાતમંદ દિવ્યાંગજન આ યજ્ઞમાં ભાગ લઈ શકશે અને કૃત્રિમ પગ અને કેલિપર્સની મદદથી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા સાથે તેમનું જીવન જીવી શકશે. 9653498146 ભૂષણ વાયડાપાર્થ યુવા મંડળ, મેહુલભાઈ બુધેલીયા મો.9925530400 મનસુખસોલંકી9909169107નો સંપર્ક કરવો. https://docs.google.com/forms/d/e/1FAIpQLSdh4xDoQ0VGzF9qoLOAAs7Pyt3c4igUxMQFcL1-TTyDWNoiqg/viewform?usp=sf_link લીંક પર ફોર્મ ભરવુ.

અન્ય સમાચારો પણ છે...