તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંગલ પ્રારંભ:પૂજય આચાર્ય બંધુ બેલડીની નિશ્રામાં અયોધ્યાપુરમના આંગણે મહામારીમાં મહામંગલ

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31મી ડિસેમ્બરે ભવ્ય ઉપધાન તપનો મંગલ પ્રારંભ થશે

પૂ.આચાર્ય બંધુ બેલડીની નિશ્રામાં અયોધ્યાપુરમના આંગણે 31મી ડિસેમ્બરથી ભવ્ય ઉપધાન તપનો મંગલ પ્રારંભ થશે.સુરત અઠવાલાઇન્સના જૈન સંઘમાં ચાર્તુમાસ સંપન્ન કરી 16 દિવસમાં સુરતથી અયોધ્યાપુરમ ઉગ્ર વિહાર કરી પધારેલા બંધુ બેલડી પૂ.આ.જિનચંદ્રસાગરસૂરિ મ.સાની પાવન નિશ્રામાં અનાવલ નિવાસી સીતાબેન કાંતીલાલ ભીખાભાઇ શાહ પરિવાર દ્વારા ભવ્ય ઉપધાન તપનુ આયોજન થઇ રહ્યુ છે. તપનો મંગલ પ્રારંભ માગશર વદ 1 31 ડિસેમ્બરે થશે. 47 દિવસીય આ ઉપધાન તપનુ જિન શાસનમાં શ્રાવક, શ્રાવિકા વર્ગ માટે અદકેરૂ માહાભ્ય છે.

એક ઉપવાસ, એક દિવસ નિવિ (વિશિષ્ટ એકાસણુ) પ્રતિદિન વહેલી સવારથી સાધુ જીવનમાં ક્રિયા કરવાની હોય છે. 23 ફુટના વિશાળ આદિનાથ પરમાત્માની છત્ર છાયામાં બંધુ બેલડી આચાર્યની નિશ્રામાં આયોજક પરિવારની ઉદારતાથી અયોધ્યાપુરમ તીર્થમાં ઉપધાન માટે ખૂબજ ઉત્સાહથી તૈયારીઓ ચાલી રહી છે. તા.30મીએ આરાધક તપસ્વીઓના અત્તરવાયણા, સાંજે સામૈયા સાથે તીર્થમાં પ્રવેશ યાત્રા, પ્રવચન, પ્રભુભકિત કરાશે. તા.31 ડિસેમ્બરના સવારે 8-30 કલાકે ભવ્ય સાધના મંડપમાં આરાધકોની મંગલકારી ક્રિયાનો પ્રારંભ થશે.

સંગીતકાર નિલેશ રાણાવત સંગીતના સૂરો રેલાવશે. પૂ.આ.ગુરૂદેવ જિનચંદ્રસાગરસૂરિ મ.સાની નિશ્રામાં સમગ્ર વિધિ વિધાનો થશે. સા.લક્ષગુણાશ્રીજી મ.સા. આદિ શ્રમણી વૃંદ પણ ઉપધાન તપ આરાધનામાં નિશ્રા પ્રદાન કરશે. તા.31ના સાંજે 6-30 લકાકે વિશિષ્ટ સંગીત નૃત્ય દ્વારા પ્રભુભકિતનુ આયોજન કરવામાં આવ્યુ છે. તા.1 જાન્યુઆરીના રોજ જિનાલયમાં જન્મ કલ્યાણ ઉત્સવ ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો