તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:લોકડાઉન કારણે પ્રજા પરેશાન, સીપીએમ દ્વારા તંત્રને રજૂઆત

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું
  • વિદ્યાર્થીઓ, કામદારો, મહિલાઓ, વેપારીઓ સહિતનાને અનેક તકલીફો

લોકડાઉન સમય દરમિયાન પ્રજાની સમસ્યાના પ્રશ્નો ભારતીય સામ્યવાદી પક્ષ દ્વારા કલેકટર કચેરીમાં રજૂઆત સ્વરૂપે મૂકવામાં આવ્યા છે. દેશના વિદ્યાર્થીઓ, યુવાનો, કામદારો, મહિલાઓ, વેપારીઓ કર્મચારીઓ વગેરેને જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થઇ છે. વિદ્યાર્થીઓને શાળા કોલેજ બંધ હોવાથી અભ્યાસ મેળવવામાં તકલીફ ઉભી થઇ છે. યુવાનો પાસે મહામંદીના કારણે તેમજ સરકારી કામકાજ બંધ હોવાના કારણે ભવિષ્યનો ભય ઊભો થયો છે.

કામદારોને જે સહાય યોજના કોના જાહેર કરવામાં આવી છે, તે હજુ સુધી પૂર્ણપણે મળી નથી. મહિલાઓને લોક ડાઉનથી આજરોજ સુધી પરિવારના પુરુષોની કોઈ યોગ્ય આવક ન હોવાના કારણે બાળકો તેમજ પરિવારને સંભાળવું મુશ્કેલ બન્યું છે. આ બધી પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્વારા જનહિતમાં યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ અંગે સીપીએમના અરૂણ મહેતા, નલીની જાડેજા, અશોક સોમપુરા સહિતના આગેવાનોએ લોકોની મુશ્કેલી સામે સરકારની નિશ્ક્રીયતા અંગે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...